સુરત: સાયણ 108 ની ટીમની સરાહનીય કામગીરી, 1 કિલોમીટર કાદવ-કીચડમાં ચાલીને મહિલાની કરાવી સુરક્ષિત પ્રસુતિ
પ્રસુતાએ બાળકીને જન્મ આપતા 1 કિલોમીટર અંદરથી મહિલાને સ્પાઇન બોર્ડ પર 108 સુધી લાવવામાં આવી હતી.
Surat: સુરતમાં સાયણ 108ની ટીમની સરાહનીય કામગીરી કરી છે. પીપોદરા ખાતે રહેતા કાજલબેન પસમાંને પ્રસવની પીડા ઉપડતા 108ને જાણ કરાઈ હતી. જે બાદ 1 કિલોમીટર સુધી કાદવ કીચડ હોવાથી 108 એમ્બ્યુલન્સ પ્રસૂતાના ઘર સુધી પહોંચે તેવી સ્થિતિ ન હતી. જેને લઈ 108ની ટીમ 1 કિલોમીટર કાદવ-કિચડમાં ચાલીને મહિલાના ઘરે પહોંચ્યા હતા અને સ્થળ પર જ સુરક્ષિત મહિલાની ડિલિવરી કરાવી હતી. બાદમાં ચાલુ એમ્બ્યુલન્સમાં સારવાર આપી બાળકી અને માતાને સાયણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે મહિલા અને બાળકીનો જીવ બચી જતા સ્થાનિકોએ 108ની ટીમની પ્રશંસા કરી છે.
મળતી માહિતી મુજબ પીપોદરા ખાતે રહેતી કાજલબેન બબલુભાઈ પસમાંને પ્રસુવની પીડા ઉપડતા 108ને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પોહચેલી સાયણ 108 ની ટીમે સ્થળ પર ડિલિવરી કરવી પડે તેમ હોવાથી તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. 1 કિલોમીટર સુધી કાદવ કીચડ હોવાથી 108 એમ્બ્યુલન્સ પ્રસૂતાના ઘર સુધી પોહચે તેવી સ્થિતિ નહોતી. જેથી EMT ભદ્રેશભાઈ અને PILOT અજયભાઈ નામના કર્મચારીએ સૂઝબૂઝથી કામ લીધું હતું. અંતે 1 કિલોમીટર કાદવ-કિચડમાંથી ચાલતા પ્રસૂતાના ઘર સુધી ટીમ પોહચી જ્યાં પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતા સ્થળ પર જ સુરક્ષિત ડિલિવરી કરાવી સારવાર આપી હતી.
પ્રસુતાએ બાળકીને જન્મ આપતા 1 કિલોમીટર અંદરથી મહિલાને સ્પાઇન બોર્ડ પર 108 સુધી લાવવામાં આવી હતી. જ્યાં ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલાને સારવાર આપી બાળકી અને માતાને સાયણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા અને બાળકીનો જીવ બચાવી 108 ની ટીમે સરાહનીય કામગીરી કરી હતી.