શોધખોળ કરો

Surat: સુરતમાં 1.90 કરોડનું કૌભાંડ, ફેરિયાના નામે કંપની ખોલી વેપારીએ આચર્યુ કૌભાંડ

આઠ બનાવટી પેઢીમાં સાથે વેપાર કરવાનું તથા પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાનમાં પણ વેપાર કર્યાનું દર્શાવી 1.90 કરોડની ઇનપુટ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી.

Surat: સુરતમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યુ છે. EOU કૌભાંડમાં બદનામ થઇ ચૂકેલાં યુનુસ ચક્કીવાલાએ પોતાની દુકાનમાં નોકરી કરતા કર્મચારીના પુત્રને અત્તરના ધંધા માટે લોન અપાવવાના નામે ડૉક્યૂમેન્ટ એકઠા કરીને બોગસ પેઢી ખોલીને કૌભાંડ આચર્યુ છે. આ કૌભાંડ લગભગ 1.90 કરોડનું હોવાનુ સામે આવ્યુ છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ અત્તરવાળાના કાગળોથી 1.89 કરોડ ITC લેનારા એક્સપોર્ટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આઠ બનાવટી પેઢીમાં સાથે વેપાર કરવાનું તથા પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાનમાં પણ વેપાર કર્યાનું દર્શાવી 1.90 કરોડની ઇનપુટ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી. જી.એસ.ટી. તથા ઇનકમટેક્ષમાંથી ઉપરાછાપરી નોટિસ આવતાં પોતાના પિતાના શેઠે કરેલા કૌભાંડનું ભોપાળું બહાર આવતાં યુવાને ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં ચોકમાં અત્તરના વેપારીએ લૉન લેવા ડૉક્યૂમેન્ટો આપ્યા હતા, આમાં જેમાં બોગસ પેઢીઓ ઊભી કરી 1.89 કરોડ રૂપિયાની ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. આ મામલે જ્યારે ફરિયાદ થઇ ત્યારે કાપડ આયાત-નિકાસ કરતા યુનુસ અબ્દુલ્લાહ ચક્કીવાલા સામે આખરે ઠગાઈનો ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આરોપી યુનુસ કાપડની ઈમ્પોર્ટ- એક્સપોર્ટનો બિઝનેસ કરે છે. કહેવાઇ રહ્યું છે કે, ચોકબજાર સિન્ધીવાડમાં રહેતા અને અત્તરનો વેપાર કરતા 39 વર્ષીય ઉવેશ સોપારીવાલા કાકાની દુકાને ગયો હતો, તે સમયે યુનુસ સાથે તેની ઓળખાણ થઈ હતી. જોકે બાદમાં સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. 

Surat: જેડી મસાલા નામની કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, મોટી માત્રમાં ભેળસેળ યુક્ત મસાલો મળ્યો

સુરત:  સુરતના બારડોલીના તાતીથૈયા ગામમાં જે ડી મસાલા નામની કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. ફૂડ અને ડ્રગ વિભાગને ફેકટરીમાંથી મોટી માત્રમાં ભેળસેળ યુક્ત અને શંકાસ્પદ મસાલો અને મસાલો બનાવવા માટેની સામગ્રી મળી આવી છે.  પોલીસને ચોખાની ફુસકી તેમજ વિવિધ જાતના કલર પણ મળી આવ્યા છે.   જો કે પોલીસે ઘટના સ્થળેથી ત્રણ લાખથી વધુની કિંમતનો 3 હજાર કિલોથી વધુનો જથ્થો કબજે કર્યો છે.   મસાલાના સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા છે.   લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  જો કે હાલ તો મસાલા બનાવતી મિલ અને આઉટલેટ બંને જગ્યાએ તાળા લાગી ગયા છે. બે દિવસ પહેલા બારડોલી કડોદરા રોડ પાર આવેલા તાતીથૈયા ગામે GIDC વિસ્તારમાં આવેલ જે ડી મસાલા નામની મસાલા બનાવતી કંપની અને કંપનીના આઉટલેટ પર ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા , દરોડા દરમ્યાન ફૂડ અને ડ્રગ્સ વિભાગને ફેકટરી માંથી મોટી માત્ર માં ભેળસેળ યુક્ત શંકાસ્પદ મસાલો તેમજ મસાલો બનાવવા માટેની સામગ્રી મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી 3 લાખથી વધુની કિંમતનો 3000 કિલોથી વધુ નો જથ્થો કબ્જે લઈ મસાલાના સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે.  મસાલા બનાવતી આ કંપની લોકોના જીવ સાથે સીધા ચેડા કરી હોવાનું સામે આવ્યું છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  હાલ તો મસાલા બનાવતી મિલ અને આઉટલેટ બંને જગ્યા એ તાળા લાગી ગયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં મસાજ દરમિયાન લકવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
આંગળીઓ જોઈને પણ બીમારીઓની ખબર પડી જાય છે, બસ કરવું પડે છે આ કામ
આંગળીઓ જોઈને પણ બીમારીઓની ખબર પડી જાય છે, બસ કરવું પડે છે આ કામ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Embed widget