Surat: સુરત મનપાની મોટી કાર્યવાહી, વરાછાના વ્રજચોકમાં ભરાતા બુધવારી બજારને સીલ કર્યુ
સુરત મહાનગર પાલિકા દ્વારા એક્શન લેવાતા સુરતના સીમાડાના વ્રજચોકમાં ભરાતા બુધવારી બજારને સીલ કરી દેવામાં આવ્યુ છે.
Surat: સુરતમાં મહાનગર પાલિકા એક્શનમાં આવી છે. સુરતમાં વરાછાના સીમાડા વિસ્તારના વ્રજચોકમાં ભરાતું ગેરકાયદેસર બુધવારી બજારને સીલ કરી દેવામાં આવ્યુ છે. આ બુધવારી બજારને લઇને અનેકવાર ફરિયાદો ઉઠી હતી, અહીં લગભગ 250થી વધુ ગેરકાયદે દુકાનોથી ટ્રાફિક જામની મોટી સમસ્યા ઉભી થતી હતી.
માહિતી પ્રમાણે, સુરત મહાનગર પાલિકા દ્વારા એક્શન લેવાતા સુરતના સીમાડાના વ્રજચોકમાં ભરાતા બુધવારી બજારને સીલ કરી દેવામાં આવ્યુ છે. અહીં ગેરકાયદે 250 દુકાનથી ટ્રાફિક અને ગંદકી થતી હોવાની ફરિયાદ થઇ હતી. વારંવારની લેખિત-મૌખિક સૂચના આપવામા આવી છતાં ઘોળીને પી જતા હતા આ પછી આ કાર્યવાહી હાથ ધરાઇ છે. સીમાડા વ્રજચોકમાં ગેરકાયદે ભરાતા બુધવારી બજારમાં ગેરકાયદે વાણીજય હેતુ માટેના તથા કોઈ પણ ફાયર સેફટીની સુવિધા ન હતી, એટલુ જ નહીં અહીં ગેરકાયદે ટેમ્પરરી સ્ટ્રકચરો ઉભા કરવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રાફીક, ગંદકી સહિતના સમસ્યાઓથી લોકો પરેશાન હતા.
સુરતવાસીઓ પનીર ખાતા પહેલા સાવધાન! પનીર વેચતી આ 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ, કોર્ટમાં દાખલ થશે કેસ
Surat: સુરતીઓ છાશવારે પનીરનો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઈ જાવ. કારણ કે, પાલિકાના ફૂડ વિભાગે પખવાડિયા અગાઉ શહેરની 15 ડેરી અને દુકાનોમાંથી પનીરના 15 સેમ્પલ લીધા હતાં, તેમાંથી 10 સેમ્પલ ફેલ થયા છે. તેમના પનીરમાં ભેળસેળ મળી આવી છે. આ તમામ 10 ડેરી અને પનીર વેચતી દુકાનોમાંથી 240 કિલો અખાદ્ય પનીરનો નાશ કરીને તમામ દુકાન અને ડેરી બંધ કરાવી દેવામાં આવી છે.
ત્રણ અઠવાડિયા પહેલાં ભાવનગરમાં મોટાપાયે નકલી પનીરનું ઉત્પાદન કરી શહેરોમાં વેચાણ કરાતા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. રાજકોટ પાલિકાએ 1600 કિલો નકલી પનીર પકડી પાડ્યું હતું. ત્યારબાદ સમગ્ર રાજ્યના મોટા શહેરોમાં પનીરના સેમ્પલ લેવા માટેની ઝૂંબેશ છેડાઈ હતી. સુરત પાલિકાના ફૂડ વિભાગે પણ પખવાડિયા પહેલા પનીર સેમ્પલ લીધા રા. ફૂડ વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારની 15 ડેરીઓમાં આરોગ્યલક્ષી દરોડા પાડી પનીરની ગુણવત્તા ચકાસવા માટે 15 સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં.
જોકે પનીરના સેમ્પલ લેબોટરીમાં નિષ્ફળ સાબિત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સંસ્થાઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવશે. આ તમામ સંસ્થાઓ વિરૂદ્ધ પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરતની કઈ સંસ્થાઓના પનીરના સેમ્પલ ફેલ થયા...?
- કનૈયા ડેરી ફાર્મ - 1 (મોટા વરાછા)
- જય ગાયત્રી ડેરી અને પાર્લર (ઉગત રોડ)
- ઇન્ડિયા ડેરી (ઉધના)
- શ્રી ગુરુ લાભેશ્વર ડેરી અને મીઠાઈઓ (સરથાણા જકાતનાકા)
- શૈલેષ છગનભાઈ પટેલ (ખટોદરા)
- શ્રીજી ડેરી અને ચોપાટી આઈસ્ક્રીમ (પાંડેસરા)
- ગોગા માર્કેટિંગ (પર્વત પાટિયા)
- સુખસાગર ડેરી (આંજણા)
- સુરભી ડેરી સ્વીટ અને આઈસ્ક્રીમ (અડાજન)
- નૂરાની ડેરી ફાર્મ (સગરામપુરા)