શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ વેપારીને FB પર ફ્રેન્ડ બનેલી યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ ને પછી શું આવ્યો એવો વળાંક કે.......
પડના વેપારીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં યુવતી અને ગેંગ સામે હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાવી છે.
સુરતઃ શહેરના ચોક બજારમાં રહેતા પરણીત યુવકને ફેસબૂક પર યુવતી સાથે મિત્રતા બાંધવી ભારે પડી છે. યુવતી સાથે મિત્રતા આગળ વધતા યુવકે તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, શારીરિક સંબંધ બાંધ્યા પછી યુવતીએ પોત પ્રકાશ્યું હતું અને યુવક પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમજ પૈસા ન આપે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે કાપડના વેપારીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં યુવતી અને ગેંગ સામે હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાવી છે. ખંડણી માંગતી યુવતી અને તેની ગેંગ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવતી શ્રીમંત લોકોને શોધી પોતે ડિવોર્સી હોવાનું જણાવી સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવતી હતી.
આવી જ રીતે તેમણે કાપડના વેપારીને ફસાવ્યો હતો. પરણિત યુવક સાથે ફેસબુક દ્વારા મિત્રતા કરી યુવતીએ યુવક સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. શારીરિક સંબંધ બાંધતા યુવતીએ બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી. બળાત્કાર ફરિયાદ કરવાના નામે યુવતીએ 10 લાખની ખંડણી માંગી હતી. યુવતી અગાઉ બે લોકોને ફસાવી 36 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion