Surat: વેલંજામાં સોસાયટી પેસેજમાં રમતા બાળકને કારે કચડ્યું, પરિવારનો કાળો કલ્પાંત
વેલંજાની સૌરાષ્ટ્ર ગ્રીન સીટી વિસ્તારમાં વાહન ચાલકની બેદરકારીથી બાળકનું મોત થયું છે. બે વર્ષીય બાળકનું કચડાઈ જવાથી મોત થયું હતું.
Surat: ડાયમંડનગરી સુરતના વેલંજા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક બે વર્ષીય બાળક સોસાયટીના પેસેજમાં રમતું હતું ત્યારે ધસમસતી આવેલી કારના ચાલકે જોયા વગર બાળક પર ચઢાવી દીધી હતી. જેમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
વેલંજાની સૌરાષ્ટ્ર ગ્રીન સીટી વિસ્તારમાં વાહન ચાલકની બેદરકારીથી બાળકનું મોત થયું છે. બે વર્ષીય બાળકનું કચડાઈ જવાથી મોત થયું હતું. બાળક સોસાયટી પેસેજમાં રમતું હતું ત્યારે કાર ચાલકે બાળકને જોયા વગર કાર ચઢાવી દીધી હતી. જે બાદ બાળક ને તાત્કાલિક સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં બે નાની વયના બાળકોના બીમારીને કારણે મોત થતાં ચકચાર મચી જવા પામી છે. બંને બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન બંને બાળકોના મોત નિપજ્યાં છે. સુત્રો એવું કહે છે કે એક બાળકનું તો હોસ્પિટલ જતાં રસ્તામાં જ મોત નિપજ્યું હતું. બંને બાળકો પરિવારના એકના એક દીકરા હોવાથી પરિવારમાં આક્રંદની સ્થિતિ જોવા મળી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા રાજેશ શાહ ડોઈંગ મિલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની, બે દીકરીઓ અને એક નાનો દીકરો છે. તેમના દીકરાને રાત્રે અચાનક ઉલ્ટીઓ થવાનું શરૂ થયું હતું. આ બાળકના પિતાએ મીડિયાને કહ્યું હતું કે, તેમના બાળકને કોઈ બિમારી નહોતી પણ રાતના સમયે અચાનક ત્રણથી ચાર વખત ઉલ્ટીઓ થઈ હતી. બીજા કેસમાં પાંડેસરાના ભક્તિનગરમાં રહેતા સુનિલ કુમારના દીકરાની કિડનીની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન આજે સવારે તેનું શરીર ઠંડુ પડી ગયું હતું.
સુનિલ તેમના દીકરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દોડી દયા હતાં. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ પરિવારમાં પણ એકનો એક દીકરો હોવાથી શોકનો માહોલ છવાયો હતો. બંને બાળકોના મોતથી હોસ્પિટલમાં પણ કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. બંને બાળકોના મોતથી માતા પિતામાં આક્રંદ જોવા મળ્યું હતું. જેને લઈને હોસ્પિટલમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી.
Join Our Official Telegram Channel: