Surat: કોરોનાની સ્થિતી ગંભીર બનતાં બીજા ક્યા બે ઝોન રેડ ઝોનમાં મૂકવા પડ્યા ? ક્યા વિસ્તારોમાં હાલત ગંભીર ?
Surat Corona Update: સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 1100થી વધારે કેસ નોંધાયા છે. લીંબાયત અને રાંદેર ઝોનમાં વધારે પોઝિટિવ આંકડા સામે આવતાં આ બંને ઝોન રેડ ઝોનમાં મૂકાયા છે.
સુરતઃ ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણના કેસોના કારણે શહેરોની હાલત બગડી રહી છે અને રાજ્યનાં ચાર મોટાં શહેરોમાં સૌથી ખરાબ હાલત છે. આ શહેરોમાં સુરતનો પણ સમાવેશ થાય છે અને સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને નાથવા માટે કોર્પોરેશન દ્વારા સુરતમાં એક પછી એક ઝોનને રેડ ઝોનમાં મૂકી દેવાયા છે. આ પહેલાં અઠવા ઝોન રેડ ઝોનમાં મુકાયો હતો અને હવે લીંબાયત અને રાંદેર ઝોન રેડ ઝોનમાં મૂકાતાં સુરતમાં કોરોનાની સ્થિતી ગંભીર હોવાનું સ્પષ્ટ છે. આમ, અઠવા ઝોન, લીંબાયત ઝોન અને રાંદેર ઝોનમાં સ્થિતી ગંભીર હોવાનું સ્પષ્ટ છે.
લીંબાયત અને રાંદેર ઝોનમાં વધારે પોઝિટિવ આંકડા સામે આવતાં આ બંને ઝોન રેડ ઝોનમાં મૂકાયા છે. લીંબાયત ઝોન વર્ષ 2020 માં પણ રેડ ઝોનમાં મુકાયો હતો. આ બંને ઝોનને રેડ ઝોનમા મૂકવા પડ્યા તેના પરથી સ્પષ્ટ છે કે, કોર્પોરેશન વારંવાર સૂચના આપવા છતાં કોઈપણ જાતનો નિવેડો આવી રહ્યોં નથી.
સુરતમાં અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ
સોમવાર, 22 માર્ચે 429
રવિવાર, 21 માર્ચે 405
શનિવાર, 20 માર્ચે 381
શુક્રવાર, 19 માર્ચે 349
ગુરુવાર, 18 માર્ચે 324
બુધવાર, 17 માર્ચે 315
મંગળવાર, 16 માર્ચે 263 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
સોમવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા હતા. સોમવારે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા હતા. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં સોમવારે 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348, લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.
Ahmedabad Coronavirus Case: અમદાવાદમાં કોરોનાનું તાંડવ, અઠવાડિયામાં કેસમાં થયો તોતિંગ વધારો