શોધખોળ કરો
Advertisement
સુરતમાં આજે 300થી વધારે લોકોને કરાયા ડિસ્ચાર્જ, જાણો કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 4 અને સુરતમાં 3 મળી કુલ 7 લોકોના મોત થયા હતા.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1126 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2822 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,410 એક્ટિવ કેસ છે, જ્યારે 63,710 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 78 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,332 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 80,942 પર પહોંચી છે.
સુરતમાં કેટલા કેસ નોંધાયા
સુરત કોર્પોરેશનમાં આજે 175 કેસ અને સુરતમાં 77 કેસ નોંધાયા હતા. કુલ મળીને સુરતમાં 252 કેસ નોંધાયા હતા. સુરત કોર્પોરેશનમાંથી 305 અને સુરતમાંથી 43 મળીને કુલ 348 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સુરત કોર્પોરેશનમાં 4 અને સુરતમાં 3 મળી કુલ 7 લોકોના મોત થયા હતા.
રાજ્યમાં 24 કલાકમાં 57 હજારથી વધારે કરાયા ટેસ્ટ
સુરત કોર્પોરેશનમાં 175, અમદાવાદ કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 89, સુરતમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 65, જામનગર કોર્પોરેશનમાં 53, મોરબીમાં 46, પંચમહાલમાં 39, રાજકોટમાં 33, દાહોદમાં 28, ભાવનગર કોર્પોરેશનમાં 27, બનાસકાંઠા અને ભરૂચમાં 26-26 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 57,234 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 14,15,598 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,07,188 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,06,400 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 816 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement