‘સુરત જિલ્લામાં ગમે ત્યારે લોકડાઉન આવી શકે છે તેની તમામ લોકોએ નોંધ લેવી’, લોકડાઉન-ટુ નામે વાયરલ થયો નકલી પત્ર
સુરત પોલીસે તાત્કાલિક પગલાં ભરીને પોલીસના નામે ખોટો પત્ર વાયરલ કરનાર વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે અને લોકોને આ પ્રકારની અફવાઓથી નહીં દોરાવા કહ્યું છે. આ ખોટો પત્ર વાયરલ કરવા બદલ અજાણ્યા શખ્સ વિરુધ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. લોકડાઉન પાર્ટ 2 ના નામેં પત્ર વાયરલ કર્યો હતો અને સુરત શહેરના સ્પેશ્યલ કમિશ્નર ડો.પી.એસ પટેલ ના નામે પત્ર વાયરલ કરી ભયનો માહોલ ફેંલાવાયો હતો.
![‘સુરત જિલ્લામાં ગમે ત્યારે લોકડાઉન આવી શકે છે તેની તમામ લોકોએ નોંધ લેવી’, લોકડાઉન-ટુ નામે વાયરલ થયો નકલી પત્ર Surat Corona update : Dummy latter of lockdown-2 viral on name of Surat police ‘સુરત જિલ્લામાં ગમે ત્યારે લોકડાઉન આવી શકે છે તેની તમામ લોકોએ નોંધ લેવી’, લોકડાઉન-ટુ નામે વાયરલ થયો નકલી પત્ર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/17/24f270d33ba897efcc1fafbe44f5097e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના સૌથ વધારે કેસ સુરતમાં નોંધાઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાં ગમે ત્યારે લોકડાઉન લાદી દેવાશે તેની લોકોએ નોંધ લેવી એ પ્રકારનો નકલી પત્ર પોલીસના નામે ફરતાં થતાં લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે.
સુરત પોલીસે તાત્કાલિક પગલાં ભરીને પોલીસના નામે ખોટો પત્ર વાયરલ કરનાર વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે અને લોકોને આ પ્રકારની અફવાઓથી નહીં દોરાવા કહ્યું છે. આ ખોટો પત્ર વાયરલ કરવા બદલ અજાણ્યા શખ્સ વિરુધ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. લોકડાઉન પાર્ટ 2 ના નામેં પત્ર વાયરલ કર્યો હતો અને સુરત શહેરના સ્પેશ્યલ કમિશ્નર ડો.પી.એસ પટેલ ના નામે પત્ર વાયરલ કરી ભયનો માહોલ ફેંલાવાયો હતો.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, સુરતના અઠવા, રાંદેર, લિંબાયત વિસ્તારમાં આવેલાં તમામ શોપિંક મોલ, થીયેટરો, જીમ, સ્વિમિંગ પુલ અનિચ્છિત સમય સુધી બંધ રાખવા માટેની ઘોષણા કરું છું. તેમજ કોઈ પણ ધાર્મિક પ્રસંગો, રાજકીય કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ ફરમાવું છું. જ્યાં સુધી આગળની સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી ફરજીયાત બંધ રાખવામાં આવે.
સુરત: કોરોના સંક્રમણે ફરી ફૂંફાડો માર્યો છે. શહેર-જિલ્લામાં કોરોનાએ ફરીથી અજગરી ભરડો કસવાનું શરૂ કર્યું છે. સુરતમાં ફરી એક વખત કોરોના બેકાબૂ બન્યો છે અને છેલ્લા થોડા દિવસોથી અમદાવાદ કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ડાયમંડનગરી સુરતમાં વિદ્યાર્થીઓ સતત કોરોનાનો શિકાર બની રહ્યા છે. જેને લઈ તમામ ઓફલાઈન શાળા-કોલેજ તથા ટ્યુશન કલાસીસ બંધ કરી દેવામાં આવ્યા છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવશે.
સુરતની શાળાઓમાં અત્યાર સુધીમાં કુલ 178 વિદ્યાર્થીઓનો કોરોનો પોઝિટિવ આવ્યો છે. જે બાદ તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કરાયું છે અને બેદરકારી દાખવતી શાળાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ દરમિયાન સરુતના શહેરીજનોને મનપા કમિશ્રરે ઓડિયો મેસેજ જાહેર કરીને અપીલ કરી હતી. તેમણે કહ્યું, શહેરમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે અને બહારથી આવતા લોકો ક્વોરન્ટાઈન રહે. ધનવંતરી રથ દ્વારા જાણવામાં આવેલ છે કે જે કોવિડના કેસો આવે છે તેમાં કોરોના અને તાવનો ત્રણ ગણો વધારો થયેલ છે જે ચિંતાજનક બાબત છે. આજે પણ સ્કૂલ કોલેજમાં 39 કેસ નોંધાયા છે.
મહિલાઓમાં પોઝિટિવિટી રેશિયો પહેલા 30 ટકા હતો જે વધીને 45 ટકા થયો છે. અત્યારે કોવિડ 19ના લક્ષણો બદલાયા છે. હાલ ડાયરીયા, માથામાં દુખાવો, નબળાઈ જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ રસીકરણ વધારે કરી રહ્યા છીએ. 111 સ્થળો પર રસીકરણ ચાલુ છે. 16 માર્ચે સુરત કોર્પોરેશનમાં 263 કેસ, સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા. જ્યારે ગત રવિવાર, 14 માર્ચે 217 કેસ, શનિવાર, 13 માર્ચે 188 કેસ, શુક્રવાર, 12 માર્ચે 183 કેસ, ગુરુવાર, 11 માર્ચે 171 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં મંગળવારે 954 નવા કેસ નોંધાયા હતા જ્યારે 703 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966 એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908 લોકો સ્ટેબલ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)