શોધખોળ કરો

ગુજરાતના કયા મોટા શહેરમાં મુખ્યમંત્રી રૂપાણીના આગમન પહેલા કોરોનાની સ્થિતિ મુદ્દે શરૂ થયો બેઠકોનો દૌર? કયા કયા મોટા અધિકારી રહ્યા હાજર?

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુરત મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વધતા કેસને લઈ બેઠક શરૂ થઈ ગઈ છે. આરોગ્ય સચિવ જયંતિ રવી, આરોગ્ય કમિશનર જયપ્રકાશ સિહોરે, કલેકટર ધવલ પટેલ અને સિવિલના ડોક્ટોરો વચ્ચે બેઠક શરૂ થઈ છે. કોરોનાની વકરતી સ્થિતિ પર બેઠકોનો દૌર શરૂ થયો છે. આ બેઠક પુર્ણ થયા બાદ સીએમને આ  તમામ અધિકારીઓ સુરતની પરિસ્થિતિથી વાકેફ કરાવશે.

સુરતઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona)એ ફરી એકવાર ઉથલો માર્યો છે. રાજ્યમાં અત્યારે કોરોનાની સૌથી વધુ વિકટ સ્થિતિ સુરત Surat Corona)માં છે, ત્યારે સુરતમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિથી સરકાર ચિંતિત બની છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) સ્થિતિની સમીક્ષા કરવા માટે સુરત પહોંચવાના છે. તેમની સાથે તેમની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ (Jayanti Ravi) પણ ઉપસ્થિત રહેવાના છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુરત મુલાકાત પહેલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વધતા કેસને લઈ બેઠક શરૂ થઈ ગઈ છે. આરોગ્ય સચિવ જયંતિ રવી, આરોગ્ય કમિશનર જયપ્રકાશ સિહોરે, કલેકટર ધવલ પટેલ અને સિવિલના ડોક્ટોરો વચ્ચે બેઠક શરૂ થઈ છે. કોરોનાની વકરતી સ્થિતિ પર બેઠકોનો દૌર શરૂ થયો છે. આ બેઠક પુર્ણ થયા બાદ સીએમને આ  તમામ અધિકારીઓ સુરતની પરિસ્થિતિથી વાકેફ કરાવશે.

રાજ્યમાં કોરોના ઘાતક (Gujarat Corona Cases) બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો (Active Cases) આંક 16 હજારને પાર થયો છે. હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે. કુલ કેસનો આંક 3 લાખ 21 હજાર 598 અને કુલ મૃત્યુઆંક 4 હજાર 581 થયો છે. એપ્રિલના પાંચ દિવસમાં જ 13 હજાર 900 કેસ અને 66 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે.

સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લેતાં ફફડાટ

સુરતમાં કોરોનાના કેસ હવે બાળકોમાં પણ વધુ જોવા મળી રહ્યા છે. 13 વર્ષના બાળકનું કોરોનાથી હોસ્પિટલમાં મોત થયું છે. આ બાળકમાં કોરોનાના કોઈ જ લક્ષણ નહોતા. અત્યાર સુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે. મળતી વિગત પ્રમાણે મોટા વરાછા ખાતે ડી-માર્ટ (D Mart) પાસે આવેલી ભવાની હાઇટ્સમાં (Bhavani Heights) રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાના જે સામાન્ય લક્ષણો છે એવા કોઈ નહોતા અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાયો જે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતા સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો. જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

મહારાષ્ટ્રમાં કુલ 88 હજારથી વધુ બાળકો કોરોના પીડિત

મહારાષ્ટ્રમાં આવેલા કોરોનાની બીજી લહેરનો ફટકો નાના બાળકોને પડયો છે. રાજ્યમાં અત્યાર સુધી 88 હજાર 827 નાના બાળકો કોરોનાના સપાટામાં આવી ગયા છે. કોલ્હાપુર જિલ્લામાં દસ વર્ષના લગભગ 2 હજાર 9 બાળકો કોરોનામાં ઝડપાઇ ગયા છે. નાના બાળકોમાં કોરોના વધતો હોવાથી રાજ્ય સરકાર ચિતિંત છે. રાજ્યમાં પ્રથમ લહેરમાં નાના બાળકોમાં કોરોના પીડિતની સંખ્યા ઓછી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ખેતરની સાથે ધોવાયું નસીબHu to Bolish | હું તો બોલીશ |  દુર્ઘટનાઓની તપાસ એક નાટકમાત્રGir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદAhmedabad | વસ્ત્રાલ ‘જય રણછોડ માખણ ચોર’ ના નાદથી ગુંજી ઉઠ્યો, ભગવાન જગન્નાથનાં મામેરા દર્શનની સાથે નીકળી શોભાયાત્રાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
Gandhinagar News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નના વિધિ થઈ શરૂ, મામેરું સેરેમનીમાં સામે આ દુલ્હા-દુલ્હનની ઝલક
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Ahmedabad Rathyatra 2024: 1400 સી.સી.ટી.વી, 20 ડ્રોન, 4500થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે અમદાવાદમાં નીકળશે 147મી રથયાત્રા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Hemant Soren: હેમંત સોરેન ફરી બનશે ઝારખંડના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
સ્ટોક બ્રોકર્સ પર હશે શેરબજારમાં ફ્રોડ શોધવાની અને રોકવાની જવાબદારી, SEBIએ જાહેર કર્યું નોટિફિકેશન
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Rajkot: પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર, વિદેશ પ્રવાસની થશે તપાસ
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ-દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
Government Scheme: ગુજરાત સરકારની આ યોજનામાં દૂધ દહીં વેચતા, અથાણાં-પાપડ બનાવતાં સહિત 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે મળશે ટૂલકીટ, જાણો કેટલી છે વય અને આવક મર્યાદા
Embed widget