શોધખોળ કરો

Surat : યુવતીને અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજારનારા બે યુવકોને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

પાંચ વર્ષ પહેલાં મહિલા પર બળાત્કારના ગુનામાં બે આરોપીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરત બસ ડેપો પાસે બેસેલી મહિલાને અવાવરું જગ્યા પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

સુરત : પાંચ વર્ષ પહેલાં મહિલા પર બળાત્કારના ગુનામાં બે આરોપીઓને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરત બસ ડેપો પાસે બેસેલી મહિલાને અવાવરું જગ્યા પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતા અમદાવાદથી સુરત આવી હતી. તબિયત ખરાબ હોવાથી ડેપો પાસે બેઠી હતી. છોટારામ કુશવાહ અને રામુસિંગ રાજપૂત મહિલાને વિશ્વાસમાં લઇ અવાવરું જગ્યા પર લઈ ગયા હતા.

ગાય ભેંસોના તબેલા પાસે લઈ જઈ બળાત્કાર કર્યો હતો. મહિલાને પેરાસીતામોલ અને અન્ય દવાઓ પીવડાવી સ્મીમેરમાં મૂકી ગયા હતા. સ્મિમેરના સીસીટીવીના આધારે આરોપીઓ ઝડપાયા હતા. કોર્ટે આરોપીઓને 20 વર્ષ કેદ અને 5 લાખ દંડની સજા ફટકારી હતી.

ઉત્તર પ્રદેશઃ કાનપુરમાં પ્રેમી યુગલની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. આ પ્રેમી યુગલે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રેમી યુગલે આત્મહત્યાના બે કલાક પહેલા મંદિરમાં લગ્ન કર્યા હતા. આત્મહત્યા બાદ યુવતીની લાશ મળી આવતાં તેના સેંથામાં સિંદૂર પુરેલું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમી યુગલ વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યુા હતા. પ્રેમી યુગલની આત્મહત્યાનો આ મામલો કાનપુરના નરવાલનો છે.

શું હતો મામલો...
પ્રેમી યુગલ લાંબા સમયથી લગ્ન કરવા ઇચ્છતું હતું. પરંતુ પરિવારના સભ્યો તૈયાર થતા ન હતા. જે બાદ બંનેએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. રવિવારે સાંજે કાનપુરના સરસૌલ સ્ટેશન પાસે પ્રેમી યુગલની લાશ મળી આવી હતી. જે બાદ પોલીસને ઘટનાની માહિતી મળી હતી. પોલીસે જણાવ્યું કે, આત્મહત્યા કરનાર યુવકનું નામ અભય છે જે 18 વર્ષનો હતો. જ્યારે યુવતીનું નામ સાવિત્રી છે જે 20 વર્ષની હતી. યુવક ત્યાંના ભડાશા ગામનો રહેવાસી છે. મૃતક યુવતી પણ બમ્બુરીહા ગામની રહેવાસી છે. બંનેએ રવિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ નજીકના મંદિરમાં લગ્ન કર્યા હતા.

પોલીસે શું કહ્યું?
પ્રેમી યુગલે ઝેર પીને આત્મહત્યા કરી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. સ્ટેશન નજીક બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે નજીકના લોકોએ પ્રેમી યુગલને બેભાન અવસ્થામાં જોયો તો તેઓએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ બંનેને હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે, હોસ્પિટલમાં લઈ આવતાં ત્યાં હાજર ડોક્ટરોએ બંને યુવક-યુવતીને મૃત જાહેર કર્યા હતા. મૃત જાહેર કર્યા બાદ પોલીસે બંનેના પરિવારજનોને ઘટના અંગે જાણ કરી હતી. પ્રારંભિક તપાસમાં બંને વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબધ હોવાની વાત સામે આવી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget