શોધખોળ કરો

Surat: સુરતમાં મુસ્લિમ યુવાને પરિણીતા પર આચર્યુ દુષ્કર્મ, વીડિયોથી બ્લેકમેઇલ કરી વારંવાર બનાવતો હવસનો શિકાર

સુરતમાં એક યુવકે પરિણીતાને હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે

Surat Crime News: સુરતમાં વધુ એક ચોંકાવનારી દુષ્કર્મ ઘટના સામે આવી છે. શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાને એક યુવાને હવસનો શિકાર બનાવી છે. યુવક દ્વારા પરિણીતાને બ્લેકમેઇલ કરીને વારંવાર હવસનો શિકાર બનાવવામાં આવતી હતી, જેથી કંટાળેલી મહિલાએ બાદમાં રાજસ્થાનમાંથી ઝીરો એફઆઇઆર નોંધાવી છે, હાલમાં પોલીસ આ મામલે તપાસ શરૂ કરીને આરોપીની શોધખોળ કરી રહી છે.

સુરતમાં એક યુવકે પરિણીતાને હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે, શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાને એક મુસ્લિમ યુવક દ્વારા વારંવાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

ઘટનાની વિગતો એવી છે કે, પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના અમરોલીમાં 25 વર્ષીય પરિણીતા મહિલાને એક મુસ્લિમ યુવક દ્વારા ઘેનની દવા પીવડાવ્યા બાદ દુષ્કર્મ આરવામાં આવ્યુ હતુ, આ પછી મુસ્લિમ યુવકે પરિણીતાનો વીડિયો બનાવી લીધો અને વારંવાર પરિણીતાને બ્લેકમેલ કરવામાં આવતી હતી. મહિલાનો આરોપ છે કે, બ્લેકમેઇલ કરીને મુસ્લિમ યુવકે પરિણીતા પાસેથી 60 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા. જોકે, આ કંટાળેલી પરિણીતા મહિલાએ આખરે રાજસ્થાનમાંથી મુસ્લિમ યુવાન વિરૂદ્ધ જીરો એફઆઇઆર નોંધાવી હતી. હાલમાં આ દુષ્કર્મ અને બ્લેકમેઇલ ઘટનામાં અમરોલી પોલીસ હવસખોર ઇરફાન વિરૂદ્ધ આઇટીએક્સ અને દુષ્કર્મની કલમો અંતર્ગત કેસ નોંધીને તપાસ કરી રહી છે. હાલમાં શોધખોળ ચાલુ છે.

ધુળેટી પહેલા પાણીના ફુગ્ગા મારવા બાબતે ઠપકો આપતા યુવક પર 3 ઈસમો ચપ્પુ લઈ તૂટી પડયા

સુરતમાં હોળી પહેલાજ માથાકુટ શરૂ થઈ ગઈ છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં ધુળેટી પહેલા પાણી ભરેલા ફુગ્ગા મારવા બાબતે ઠપકો આપતા આ વાતની અદાવત રાખી એક યુવક પર ત્રણ જેટલા ઈસમો ચપ્પુ લઈ તૂટી પડયા હતા. જેમાં યુવકને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  હાલ તો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ત્રણ બાળકિશોર હુમલાખોરને ઝડપી પાડયા હતા.

ધુળેટીનો તહેવાર નજીક આવી ગયો છે. બુરા ના માનો હોલી હે કહી યુવાનો હોળીના પર્વની ઉજવણી કરતા હોય છે. પરંતુ અમુક સંજોગ એવા સર્જાય છે જેમાં લોકો વગર મતલબના અન્યને હેરાન કરી બબાલ કરતા હોય છે.  સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધુળેટી પહેલા પાણીના ફુગ્ગા મારવા બાબતે માથાકૂટ થઈ હતી. કાપોદ્રા વિસ્તારમાં આવેલ પૂર્વી સોસાયટીમાં વિક્રમ ગોંડલીયા નામનો યુવાન પસાર થતો હતો તે દરમિયાન બાળકોએ તેમના પર પાણી ભરેલા ફુગ્ગા ફેંક્યા હતા. જેથી વિક્રમ ગોંડલીયાના કપડા ખરાબ થતા બાળકોને ઠપકો આપવા ઉભા રહ્યા હતા તે દરમિયાન બાળકોએ તેમની પાસે રહેલું ચપ્પુ બહાર કાઢ્યું હતુ અને વિક્રમ ગોંડલીયાને હાથના ભાગે ચપ્પુ મારી દીધું હતું. અન્ય એક બાળકે ચાવી વડે મુક્કો માર્યો હતો. પાછળથી ત્રીજાએ છાતી પર વાર કર્યો હતો. યુવાન પર હુમલો કરી ત્રણેય હુમલાખોર બાળકિશોર ભાગી છૂટ્યા હતા.

બાદમાં વિક્રમ ગોંડલીયાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે હુમલાખોર ત્રણેય બાળકિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  આ ઘટનામાં ઈજાગ્રસ્ત વિક્રમ ગોંડલીયાએ લોકોને અપીલ કરી હતી કે આ તહેવાર સૌ કોઈ શાંતિથી ઉજવે અને કોઈ સાથે બળજબરી કરી તેમને નુકશાન ન પહોંચાડે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા
'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
Embed widget