Crime News: લક્ષ્મી મેળવવા વિધિ કરવી પડશે કહી પાખંડી મહિલાને લઈ ગયો રૂમમાં ને પછી....
તાંત્રિકે ખોટી વાતોમાં ફસાવી તેનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનું ભાન મહિલાને થતાં તેને પરિવારજનોને વાત કરી હતી.
![Crime News: લક્ષ્મી મેળવવા વિધિ કરવી પડશે કહી પાખંડી મહિલાને લઈ ગયો રૂમમાં ને પછી.... Surat Crime News: He took the renegade woman to the room saying that a ritual has to be done to get Lakshmi and then Crime News: લક્ષ્મી મેળવવા વિધિ કરવી પડશે કહી પાખંડી મહિલાને લઈ ગયો રૂમમાં ને પછી....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/30/69b45087b94161a751348a09e0ba13b5170392604880176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat Crime News: ડાયમંડ નગરી સુરતના ડીંડોલી વિસ્તારમાં લક્ષ્મી મેળવવા વિધિ કરવી પડશે તેમ કહી મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી અહેમદ પઠાણે મહિલાને તારા ભાગ્યમાં લક્ષ્મી બહુ છે તે મેળવવા વિધિ કરવી પડશે તેવો વિશ્વાસ, ભરોસો આપી એક રૂમમાં લઈ ગયો હતો. જે બાદ રૂમ અંદરથી બંધ કરી મહિલા સાથે જબરજસ્તી કરી હતી અને મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. જેને લઈ મહિલાએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તાંત્રિક વિધિના નામે મહિલા સાથે પાશવી બળાત્કાર ગુજારનાર નરાધમને પોલીસ દ્વારા ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ઘરમાં રૂપિયાના વરસાદની લાલચે મહિલા સાથે બળાત્કાર ગુજારનાર આરોપીની પોલીસ દ્વારા હાલ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તપાસમાં મોટા ખુલાસા થાય તેવી પોલીસ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.
ડિંડોલીમાં રહેતી મહિલા છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહી હતી. જે સંદર્ભે તેણે પોતાના પડોશમાં રહેતી એક મહિલાને વાત કરતાં આ મહિલા દ્વારા તેના ધ્યાનમાં એક તાંત્રિક હોવાનું જણાવ્યું હતું. આ તાંત્રિક ઘરમાં વિધિ કરશે તો રૂપિયાનો વરસાદ થશે તેવું જણાવ્યું હતું. પડોશમાં રહેતી મહિલાની વાતમાં વિશ્વાસ કરીને પીડિત મહિલાએ લિંબાયત ખાતે રહેતા અહેમદનુર અલ્લાનુર પઠાણ નામક તાંત્રિકનો સંપર્ક કર્યો હતો.
શરૂઆતમાં તાંત્રિકે પોતાની લોભામણી વાતોમાં મહિલાને ફોસલાવ્યા બાદ ઘરમાં તાંત્રિક વિધિ બાદ રૂપિયાનો નિશ્ચિતપણે વરસાદ થશે તેમ જણાવ્યું હતું. એક સપ્તાહ પૂર્વે અહેમદનૂર પઠાણ મહિલાના ઘરે પહોંચ્યો હતો અને તાંત્રિક વિધિના નામે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. જે સંદર્ભે પીડિતા દ્વારા ગત રોજ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા લિંબાયતના ગોવિંદ નગરમાં રહેતા 56 વર્ષીય આરોપી અહેમદનૂર પઠાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)