(Source: ECI/ABP News/ABP Majha)
Surat: રિક્ષામાં મુસાફરોનું ધ્યાન ભટકાવી મોબાઇલ ચોરતો ચોર પકડાયો, અત્યાર સુધી 54 મોબાઇલની કરી ચૂક્યો છે ઉઠાંતરી
સુરતમાંથી વધુ એક મોટી ગુનાખોરીની ઘટનાનો પર્દાફાશ થયો છે, શહેરમાં વિવિધ જગ્યાઓએ પર રિક્ષામાં બેસીને મુસાફરો પાસેથી મોબાઇલ સ્નેચિંગ કરતો ચોર પકડાયો છે
Surat Crime News: સુરતમાંથી વધુ એક મોટી ગુનાખોરીની ઘટનાનો પર્દાફાશ થયો છે, શહેરમાં વિવિધ જગ્યાઓએ પર રિક્ષામાં બેસીને મુસાફરો પાસેથી મોબાઇલ સ્નેચિંગ કરતો ચોર પકડાયો છે, ખટોદરા પોલીસે ખાસ ઓપરેશન દ્વારા આ ચોરને પકડી પાડ્યો છે, પકડાયેલો ચોર શહેરમાં રિક્ષામાં મુસાફરી કરીને લોકોનું ધ્યાન ભટકાવતો અને બાદમાં મોકો જોઇને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો, આ ચોર પાસેથી ચાર લાખથી વધુની કિંમતના 54 જેટલા મોબાઇલ ફોન મળી આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી રિક્ષામાંથી મુસાફરો પાસેથી મોબાઇલ ફોન ચોરતો ચોર પકડાયો છે. સુરત શહેરના જુદાજુદા સ્થળો પર આ ચોર લોકોની સાથે રિક્ષામાં બેસતો હતો, અને બાદમાં રિક્ષામાં મુસાફરોને આગળ-પાછળ કરવાનું કહીને ધ્યાન ભટકાવતો હતો, જ્યારે મુસાફરોનું ધ્યાન બીજે જાય તે તકનો લાભ ઉઠાવીને મુસાફરો પાસેથી મોબાઈલ ચોરી કરીને નાસી છૂટતો હતો. જોકે, આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાનમાં આવતા જ ખટોદરા પોલીસે આ રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ચોર પાસેથી 4.69ની કિંમતના 54 જેટલા મોબાઇલ કબજે કર્યા હતા. હાલ આરોપી ચોર જેલના સળિયા પાછળ છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
ગુજરાતમાં ઘરે-ઘરે ચોરી કરતી ટોળકી 'કિંગ ગેન્ગ' મધ્યપ્રદેશથી પકડાઇ, ક્રાઇમ બ્રાન્ચે 3 લાખ સાથે ચારને ઝડપ્યા
ગુજરાતમાં ખૂણે ખૂણે ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકેલી 'કિંગ ગેન્ગ'ની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે, દ્વારકા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે, જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાંથી 'કિંગ ગેન્ગ'ના ચાર સભ્યોને પકડી પાડ્યા છે. પકડાયેલી આ ટોળકી પાસેથી અંદાજિત 3 લાખની મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે. ખાસ વાત છે કે આ 'કિંગ ગેન્ગ'ના સભ્યોની ટીમે ગુજરાતમાં ઠેર ઠેર આતંક મચાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહેલી 'કિંગ ગેન્ગ'નો પર્દાફાશ કર્યો છે, દ્વારકા જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ 'કિંગ ગેન્ગ'ને પકડવામાં મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી 'કિંગ ગેન્ગ'ને પકડી પાડી છે, પોલીસે આ ટોળકીને 3,23,626 રૂપિયાના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લામાથી પકડી છે, આ ટોળકીના અત્યારે 4 આરોપીઓ પકડાયા છે, જ્યારે અન્ય 10 આરોપીઓની હજુ પણ શોધખોળ થઇ રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આ તમામને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
'કિંગ ગેન્ગ'ના પડકાયેલા આરોપીઓ ગુજરાતમાં ઠેક ઠેકાણે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આ પકડાયેલા આરોપીઓએ રાજ્યમાં દ્વારકા જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 5, અમરેલી જિલ્લામાં 2, રાજકોટમાં 1, સુરેન્દ્રનગરમાં 2, મોરબીમાં 1 , મહારાષ્ટ્ર-પુણેમાં 1 મળી કુલ 14 ઘરફોડ ચોરી તેમજ બાઈક ચોરીની કબૂલાત કરી છે.