Crime: સુરતમાં ચાર વર્ષની બાળકી સાથે છેડતી, પ્રાઇવેટ પાર્ટ પર પાડોશીએ ચંપલો માર્યા, બે દિવસ બાદ દુઃખાવો થતાં......
સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, સુરતના આઠવાલાઇન્સના નાનપુરા વિસ્તારમાં એક ચાર વર્ષની બાળકીને 11 વર્ષના છોકરાએ ગુપ્તાંગમાં ઇજાઓ પહોચાડી છે
Surat Crime News: સુરતમાં વધુ એક ચોંકાવનારી ગુનાખોરીની ઘટના સામે આવી છે, શહેરના આઠવાલાઇન્સ વિસ્તારમાં ફરી એકવાર ચાર વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ થયાની ફરિયાદ સામે આવી છે, ખરેખરમાં, અહીં 4 વર્ષની બાળકીને 11 વર્ષા પાડોશી છોકરાએ પ્રાઇવેટ પાર્ટમાં ચંપલ મારીને ઇજાઓ પહોંચાડી હતી, આ સમગ્ર ઘટના 29મી માર્ચે ઘટી હતી, જોકે, બાળકીએ તેની માતાને જાણ કરતાં આ મામલો હવે પ્રકાશમાં આવ્યો છે.
સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, સુરતના આઠવાલાઇન્સના નાનપુરા વિસ્તારમાં એક ચાર વર્ષની બાળકીને 11 વર્ષના છોકરાએ ગુપ્તાંગમાં ઇજાઓ પહોચાડી છે, હાલમાં આ છોકરા વિરૂદ્ધ પોલીસે પૉક્સો અને અન્ય દુષ્કર્મની કલમો લગાવીને ગુનો નોંધ્યો છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, ગઇ 29 માર્ચે નાનપુરા વિસ્તારમાં એક 4 વર્ષની બાળકી અન્ય બાળકો સાથે બહાર રમી રહી હતી, આ દરમિયાન પાડોશમાં રહેતો 11 વર્ષનો છોકરો, જે ધોરણ 7માં અભ્યાસ કરી રહ્યો છે, તેને બાળકીને તે સમયે પોતાના ઘરે ધમકાવીને લઇ ગયો હતો. અહીં કેમ રમે છે કહીને છોકરો 4 વર્ષની બાળકીને ખરાબ કામ કરવા માટે તેના ઘરે લઇ ગયો હતો, આ પછી તેને બાળકી સાથે છેડતી કરી અને પ્રાઇવેટ પાર્ટ પર ચંપલ મારીને ઇજાઓ પહોંચાડી હતી. જોકે, બે દિવસ બાદ બાળકીને સખત દુઃખાવો થતાં ત ઊંઘમાંથી જાગી ગઇ હતી, ત્યારબાદ બાળકીને ડૉક્ટર પાસે તપાસ કરાવવા ગયા ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે તેને પોતાના માતાને જાણ કરતાં જ માતાએ આઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે અઠવાલાઇન્સ પોલીસે રેપ અને પૉક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી 11 વર્ષના બાળકની સામે કાર્યવાહી કરી છે.