Surat: સુરત હીરા બુર્સનું આ તારીખે PM મોદી કરશે ઉદ્ઘાટન, વિશ્વભરના દિગ્ગજ ઉદ્યોગપતિઓ રહેશે હાજર
સુરત: સહકારી ધોરણે રૂ.3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદઘાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે.
સુરત: સહકારી ધોરણે રૂ.3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદઘાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે. સુરત હીરા બુર્સના ચેરમેન, કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. લાખાણીએ જણાવ્યું હતું કે ગઇ તારિખ 2 ઓગસ્ટે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પ્રયાસોથી હીરા બુર્સનું ડેલિગેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરું મળ્યું હતું ત્યારે 17 અને 24 ડિસેમ્બર એમ બે પૈકી એક તારીખ ઉદઘાટન માટે નિશ્ચિત કરવાની હતી.
એ પછી સુરત હીરા બુર્સની મળેલી કમિટી મિટીંગમાં નક્કી થયા મુજબ તારિખ 17મી ડિસેમ્બર 2023ના રોજ સુરત હીરા બુર્સનું ઉદઘાટન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. વલ્લભભાઇ લાખાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઉદઘાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદઘાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે.
ઉદઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે હાલ યુદ્ધસ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે. આ ઉપરાંત હીરા બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સ, ઓફિસ સ્ટેશનરી વગેરેની સુવિધાઓ પણ ઉદઘાટન પહેલા બુર્સમાં કાર્યરત કરી દેવામાં આવશે.
આજે દિલ્હી ખાતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી @JM_Scindia જી સાથે મુલાકાત કરી સુરત એરપોર્ટની કનેક્ટિવિટી વધે અને સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે એ માટે રજૂઆત કરી. એમણે ડિસેમ્બર મહિનામાં સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવા ખાતરી આપી.
— C R Paatil (@CRPaatil) August 2, 2023
ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થતા સુરતનું વ્યાપાર-ફલક વિશાળ… pic.twitter.com/duqmN1Gidq
આ ઉપરાંત સુરતથી દુબઈ માટીની સીધી ફ્લાઈટ શરુ કરવા માટે સીઆર પાટીલ અને શહેરના ઉદ્યોગપતિઓએ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે સીઆરી પાટીલે ટ્વીટ કરી કહ્યું કે,આજે દિલ્હી ખાતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજી સાથે મુલાકાત કરી સુરત એરપોર્ટની કનેક્ટિવિટી વધે અને સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે એ માટે રજૂઆત કરી. એમણે ડિસેમ્બર મહિનામાં સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવા ખાતરી આપી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થતા સુરતનું વ્યાપાર-ફલક વિશાળ બનશે અને ઇન્ટરનેશનલ લેવલ પર સુરતનાં ઉદ્યોગ સાહસિકોને વિપુલ તકો પ્રાપ્ત થશે અને સુગમતા વધશે. સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા.