સુરતઃ ડાયમંડ ઉદ્યોગ મંદી તરફ, કાચો માલ ખૂટી પડતા ઉદ્યોગકારો હીરા યુનિટોમાં શનિ-રવિ રજા રાખવા મજબુર
વૈશ્વિક બજારમાં માગ ઘટતા સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીની અસર જોવા મળી....
સુરતઃ સમગ્ર વિશ્વમાં હાલ મંદીના વાવડ છે ત્યારે હવે ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગમાં મંદીના સમાચાર મળી રહ્યા છે. હીરા કારખાનામાં કાચો માલ ખૂટી પડ્યો છે. જેના કારણે હીરા ઉદ્યોગકારો હીરા યુનિટોમાં શનિ-રવિ રજા રાખવા મજબુર બન્યા છે એટલું જ નહીં કામના કલાકોમાં પણ 1થી 2 કલાક સુધી ઘટાડો કરી દેવાયો છે.
ઉનાળું વેકેશન બાદ હીરા ઉદ્યોગમાં હજુ સુધી તેજીનો સળવળાટ જોવા મળ્યો નથી અને સ્થિતિ પહેલા જેવી જ છે. ડાયમંડનો વેપાર ખુબ જ મંદ ચાલી રહ્યો છે. કોરોના પહેલા જે રોકેટ ગતિએ ડાયમંડ ઉદ્યોગ વિકાસ કરી રહ્યો હતો એટલી જ ધીમી ગતિએ હાલમાં કામ ચાલી રહ્યું છે. કોરોના સમયમાં ઓલ ટાઈમ હાઈ ડાયમંડનું એક્સપોર્ટ થયું હતું. ખાસ તો અમેરિકાના હીરા ઉદ્યોગમાં મંદીની અસર સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં જોવા મળી રહી છે.
નોંધનીય છે કે, સુરત ડાયમંડ બુર્સમાં 21 નવેમ્બર થી 1000 જેટલી યુનિટની શરૂઆત થશે. સુરત ડાયમંડ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વકાંશી આ પ્રોજેક્ટને લઈ છેલ્લા ઘણા વર્ષોથી લોકો રાહ જોઈ રહ્યા હતા. આ ડાયમંડ બુર્સમાં 4,600 થી પણ વધારે ઓફિસો આવેલી છે. જયારે ડાયમંડ બુર્સ કાર્યરત થઈ જશે ત્યારે સુરત જ નહીં પરંતુ મુંબઈ તેમજ વિદેશના ઉદ્યોગકારોને એક જ સ્થળે રફ હીરા ખરીદીની સુવિધા મળશે.
આ ડાયમંડ બુર્સમાં કુલ 1.5 લાખથી પણ વધુ લોકો એક જ સ્થળે ટ્રેડિંગ કરશે. જેના કારણે અનેક લોકોને રોજગારી મળશે. 3000 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટર તૈયાર કરવામાં આવ્યો છે. ડાયમંડ બુર્સમાં કાર્યરત હીરાની નાની મોટી કંપનીઓ ના કારણે એક જ સ્થળે ખરીદદારોને અનેક વેરાઈટીઓ મળશે. આ ડાયમંડ બુર્સમાં 15 માળના 9 આઈકોનિક ટાવર છે. જોકે નવ ટાવર પૈકી કોઈ પણ ટાવરમાં 13 મો માળ જ નથી 12 માળ પછી સીધો 14 મો માળ છે. કારણ કે અનેક લોકો 13ના આંકને અપશુકનિયાળ માનતા હોય છે. થી કોઈ પણ ટાવરમાં 13 મો માળ જ નથી.