શોધખોળ કરો
Advertisement
UKમાં ગુજરાતીનો ડંકો: લંડનમાં ચાલતી કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની ગર્લે મેળવ્યો બ્રોન્ઝ મેડલ
દિક્ષી ધોરણ-12 આર્ટ્સમાં અભ્યાસ કરે છે અને છેલ્લા 6 વર્ષથી જુડોની રમત સાથે સંકળાયેલી છે. આ ટુર્નામેન્ટ રવિવારે લંડનમાં રમાઈ હતી.
સુરતઃ ઈંગ્લેન્ડના લંડનમાં આયોજિત કોમન વેલ્થમાં જુડો ચેમ્પિયન શીપમાં સુરતની દિક્ષી સેલરે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ગુજરાત સહિત દેશનું ગૌરવ વધાર્યું છે. દિક્ષીએ ઈંગ્લેન્ડની ખેલાડીને એના જ ઘર આંગણે હરાવી આ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં 32 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
માતા હેમાક્ષી (સ્વિમિંગ કોચ) એ જણાવ્યું હતું કે, દિક્ષી ધોરણ-12 આર્ટ્સમાં અભ્યાસ કરે છે અને છેલ્લા 6 વર્ષથી જુડોની રમત સાથે સંકળાયેલી છે. આ ટુર્નામેન્ટ રવિવારે લંડનમાં રમાઈ હતી. દીક્ષિએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હોવાની ખબર ફોન પર આપતાંની સાથે જ પરિવારજનો અને અન્ય સંબંધીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, દીક્ષિના પિતા હેમલભાઈ સુરત એસટી વિભાગમાં મિકેનિક તરીકે કામ કરે છે અને દિક્ષીને એક નાનો ભાઈ અને એક નાની બહેન છે. દિક્ષીના સુરતના કોચ તરીકે પ્રભાકારભાઈ સેવા આપતા હતા અને રાજ્યના કોચ તરીકે શતપાલ રાણા, હેડ કોચ તરીકે ઘનશ્યામ ઠાકોર અને શીતલ વર્મા સેવા આપતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement