શોધખોળ કરો

Surat: સુરત એસટી વિભાગને દિવાળી ફળી, એકસ્ટ્રા બસો દોડાવી કરી કરોડો રૂપિયાની કમાણી

Surat: સુરત એસટીના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી આવક થઈ છે. આ પાંચ દિવસમાં સુરત એસટીની 1737 બસે અંદાજિત 6 લાખ 74 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું

Surat: સુરત એસટી ડિવિઝનને દિવાળી ફળી હતી. સુરત એસટી વિભાગ તરફથી દિવાળીમાં એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. દિવાળીએ દોડાવેલી એકસ્ટ્રા બસ અને એકસ્ટ્રા ટ્રીપથી સુરત એસટી ડિવિઝનને કરોડો રૂપિયાની આવક થઇ હતી. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ તરફથી ઝાલોદ, દાહોદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ દોડાવાયેલી સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી જેના કારણે સુરત એસટીની તિજોરી છલકાઇ ગઇ હતી.

દિવાળી પહેલાના પાંચ દિવસમાં સુરત એસટીએ 1 હજાર 737 ટ્રીપ દોડાવી 97 હજાર મુસાફરોને પોતાના વતન પહોંચાડ્યા હતા. જેથી સુરત એસટી ડિવીઝનને અધધધ 3.42 કરોડ રૂપિયાની આવક થઈ હતી. સુરત એસટીના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી આવક થઈ છે. આ પાંચ દિવસમાં સુરત એસટીની 1737 બસે અંદાજિત 6 લાખ 74 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું.  દિવાળી દરમિયાન સુરત એસટી ડિવિઝને સૌથી વધુ 68 ટ્રીપ ઝાલોદ અને 21 ટ્રીપ અમરેલી તરફ દોડાવી હતી.

હવે દિવાળી સમયે ખાનગી બસના સંચાલકો બમણું ભાડું કરી દેતા હોવાથી લોકોએ સરકારી બસમાં જવાનો સારો વિકલ્પ મળ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એડવાન્સમાં ગ્રુપ બુકિંગ કરાવી રહ્યા છે જેથી એસટી વિભાગને કરોડોની આવક થઇ છે. આ વર્ષે સુરત એસટીના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી આવક થઈ છે...

સુરત રેલવે સ્ટેશન પર બનેલી દુર્ઘટના બાદ રેલવે પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે. હજુ પણ સુરતથી ઉત્તર ભારત તરફ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવાર બાદ છઠ્ઠ પૂજાનું પણ એટલું જ મહત્વ છે. જેના કારણે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. ત્યારે રેલવે પ્રશાસન તરફથી આગામી ચાર દિવસમાં વધારાની છ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ ટ્રેન સુરત અને ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે. સોમવારના ઉધના- જયનગર, ઉધના- કટિહાર અને ઉધના સમસ્તીપુર ટ્રેન ઉપડ્યા બાદ હજુ પણ પ્રવાસીઓનો ધસારો યથાવત છે. ત્યારે આજે મંગળવારના વધુ એક ઉધના-જયનગર ટ્રેન સવારે 6 વાગ્યે ઉપડશે. તો બપોરે બે વાગ્યે ઉધનાથી- ન્યૂ જલપાઈગુડ્ડી અને રાત્રીના 10 વાગ્યે ઉધના- છપરા ટ્રેન પ્રસ્થાન કરશે. તો 15 નવેમ્બરના ઉધના-હાવડા અને ઉધના- સારસા વધારાની ટ્રેન દોડાવાશે. આ ઉપરાંત 16 તારીખે વધુ બે એકસ્ટ્રા ટ્રેન દોડાવવાની પણ રેલવે પ્રશાસન તરફથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget