શોધખોળ કરો
Advertisement
ગુજરાત ATSએ સુરત લઠ્ઠાકાંડ મામલે 5 પુરુષ અને 3 મહિલાઓ સહિત 8ની કરી ધરપકડ.
સુરતઃ શહેરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ગુજરાત ATSની ટીમે 8 લોકોની ઘરપકડ કરી છે. જેમા 5 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. દરૂના વ્યવસાય સાથે સંકળાયેલા કડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ મામલામાં વધુ લોકોની ધરકડ થઇ શકે છે.
લઠ્ઠાકાંડ મામલે 9 બુટલેગરો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પહેલી વખત લઠ્ઠાકાંડ મામલે કડક કાર્રવાઇ કરવામાં આવી છે. પોલીસે 9 બુટલેગરો સામે કડોદરા પોલીસ સ્ટેશનમાં 302 કલમ હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. તપાસ સમિતિએ ગઇકાલે આ મામલે રિપોર્ટ સુપ્રત કર્યો છે. અને આ મામલાની તપાસ ATS કરી રહી છે. વરેલી, કડોદરા અને કામરેજમાં ATSની ટીમ તપાસ ચલાવી રહી છે.
ATSની ટીમે લઠ્ઠાકાંડને લગતા લોકોના નિવેદન પણ લીધા છે. ATSની ટીમે 4 દિવસ સુરતમાં રહે તેવી સંભાવના છે. ત્યારે હાલ 9 બુટલેગરો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થઇ ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement