શોધખોળ કરો

સુરતમાં વરસાદની ધુંઆધાર બેટિંગઃ 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. સવારે 6 વાગ્યા સુધીમાં આઠ ઈંચ સુધીનો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે, અત્યારે વરસાદે વિરામ લીધો છે. 

સુરતઃ ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત શહેર અને જિલ્લામાં વરસાદે ધુંઆધાર બેટિંગ કરી હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવનને માઠી અસર પહોંચી હતી. સવારે 6 વાગ્યા સુધીમાં આઠ ઈંચ સુધીનો ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે, અત્યારે વરસાદે વિરામ લીધો છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

બારડોલી : 8.08 ઇંચ
કામરેજ : 8.36 ઇંચ
પલસાણા : 8 ઇંચ
મહુવા : 6.48 ઇંચ
ચોર્યાસી : 1.25 ઇંચ
માંડવી : 2.68 ઇંચ
માંગરોળ : 2 ઇંચ
ઓલપાડ : 2.20 ઇંચ
ઉમરપાડા : 4 ઇંચ
સુરત શહેર : 5.84 ઇંચ

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઓલપાડના કુડસદ ગામે આદિવાસી ફળિયામાં વરસાદી પાણી ભરાયા હતા. ઘરમાં ગુટણસમા પાણી ભરાયા હતા.  રાત્રી સમય દરમિયાન ભારે વરસેલા વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કુડસદની નવપરા કોલોની,હળપતિ વાસના ત્રણ ફળિયામાં ઘુટણસમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ફરી વળતાં ઘર વખરીને નુકશાન પહોંચ્યું હતું. ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. 

દક્ષિણ ગુજરાતમાં રવિવારે ગાજવીજ સાથે વરસેલા દસ ઈંચથી વધુ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. વલસાડ, સંઘ પ્રદેશ દમણ, નવસારી અને સુરત જિલ્લામાં ઘોઘમાર વરસાદ વરસતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ ઉમરગામમાં 10.4 ઈંચ, દમણમાં 10 ઈંચ  અને નવસારીના ગણદેવીમાં 9.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

ધોધમાર વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારો અને ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો પવન સાથે વરસાદ વરસતા કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી ગુલ થવાની પણ ઘટના બની હતી.

વલસાડ જિલ્લામાં રવિવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં આભ ફાટ્યું હોય તેમ  ઉમરગામમાં આઠ ઈંચ, વાપીમાં છ ઈંચ અને વરસાદમાં ચાર ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ધોધમાર વરસાદ વરસતા તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા. દુકાનોના બોર્ડ અને રહેણાંક ઘરોના પતરા ઉડ્યા. એટલુ જ નહી અનેક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાયી થયા.

વલસાડનું  મોગરાવાડી ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયુ. વાપી શહેરમાં ભારે વરસાદથી ગુંજન વિસ્તાર, ચલા મુખ્ય માર્ગ સહિતના વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા. દુકાનો અને ઘરોમાં પણ બે ફુટ સુધીના પાણી ફરી વળ્યા હતા.

ઉમરગામ ટાઉન, સ્ટેશન રોડ, જીઆઈડીસી વિસ્તારોના માર્ગો પર પણ પાણી ભરાયા હતા. સંજાણ ઢેખુ ખાડી પણ ઉભરાઈ હતી. ઉમરગામના નિચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પણ એકથી બે ફુટ પાણી ભરાઈ જતા 50થી વધુ લોકોનું સ્થળાંતર કરવુ પડ્યું હતુ.

ગુજરાતમાં વરસાદ આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ (Rain) વરસી શકે છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ (Rain) વરસી શકે છે.

અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર, વિસનગર, હારીજ અને સમીમાં પણ સામાન્ય વરસાદ (Rain) વરસી શકે છે. તો 22 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે  રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Embed widget