શોધખોળ કરો

Surat : વેપારીને 15 વર્ષ નાની યુવતી સાથેે સંબંધ બંધાતાં પત્નિને કાઢી મૂકી, પ્રેમિકાને ઘરે જ રાખી મનાવતો રંગરેલિયાં ને......

પતિના અન્ય યુવતી સાથેના લગ્નેત્તર સંબંધ મુદ્દે બહેને ભાઈને વાત કરી હતી. આ અંગે ભાઈ બનેવીને ઠપકો આપવા જતા મામલો બીચકાયો હતો અને સાળાની હત્યા કરી નાંખી હતી. આ હત્યાના ગુનામાં પોલીસે આરોપી બનેવી ઉપરાંત બે લોકોની ધરપકડ કરી છે.

સુરતઃ શહેરના કતારગામમાં બનેવીએ સાળાની તલવારના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પત્ની સાથે છૂટાછેડા મુદ્દે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલો વિવાદ હત્યામાં ફેરવાયો છે. પ્રેમિકાને પામવાની લ્હાયમાં ટેક્સટાઇલ જોબર્કના વેપારીએ સાળાની હત્યા કરી નાંખી હતી. કતારગામમાં આવેલ નંદનવન સોસાયટીમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. રાત્રીના સમયે ચપ્પુના ધા મારી હત્યા કરી હતી.

17 વર્ષની દીકરીના પિતા એવા વેપારીને પોતાનાથી 15 વર્ષ નાની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા તેણે પત્નીને છૂટાછેડા માટે દબાણ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ તેને એક વર્ષથી પિયર પણ મોકલી દીધી હતી. પતિના અન્ય યુવતી સાથેના લગ્નેત્તર સંબંધ મુદ્દે બહેને ભાઈને વાત કરી હતી. 

આ અંગે ભાઈ બનેવીને ઠપકો આપવા જતા મામલો બીચકાયો હતો અને સાળાની હત્યા કરી નાંખી હતી. આ હત્યાના ગુનામાં પોલીસે આરોપી બનેવી ઉપરાંત બે લોકોની ધરપકડ કરી છે. મળતી વિગતો પ્રમાણે, મૃતક જયેશની બહેન પ્રીતિબેનના 20 વર્ષ પહેલા મહેશ મધુભાઈ જાંજમેરા સાથે લગ્ન થયા હતા. જોકે, મહેશને અન્ય યુવતી સાથે લગ્નેત્તર સંબંધ બંધાયા હતા. પ્રેમિકાને પામવા માટે પતિ પત્નીને છૂટાછેડા આપવા માંગતો હતો. અગાઉ પણ મહેશે તેની સાસરીમાં જઈને બબાલ કરી હતી અને છૂટાછેડા માટે માંગણી કરી હતી. 

મંગળવારે સાંજે મહેશ અને તેના પરિવારના સભ્યે પ્રીતિને મળવા માટે આવ્યા હતા અને છૂટાછેડા મુદ્દે બબાલ થઈ ગઈ હતી. આ બબાલમાં મહેશ અને તેના પરિવારના સભ્યોએ પ્રીતિ અને પરિવારની મહિલાઓને માર માર્યો હતો. સાંજે માર્કેટથી ઘરે આવેલા મૃતક જયેશ અને તેના નાના ભાઈને આ અંગે જાણ થતાં તેઓ પોતાના બનેવીને સમજાવવા માટે ગાય હતા. 

અહીં સોસાયટીની બહાર જ બંને ભાઈઓ પર તલવારથી હુમલો કરી દીધો હતો. જેના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હુમલામાં ઘાયલ થયેલા બંને ભાઇઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. અહીં જયેશભાઈને મૃત જાહેર કરાયા હતા. જ્યારે નાના ભાઈ નિતેશને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયેશભાઇ ટેકસટાઇલમાં જોબવર્ક સાથે સંકળાયેલા હતા. પ્રીતિબેનને બે સંતાન છે. પ્રેમિકાને પામવા મહેશે પત્નીને એક વર્ષ પહેલાં જ પિયરમાં છોડી દીધી હતી. તેમજ બાળકો પણ આપ્યા ન હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
Embed widget