શોધખોળ કરો

Surat News: યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ડેમાં ક્રિકેટ રમતા રમતા અચાનક ઢળી પડ્યા પ્રોફેસર

Latest Surat News: સ્પોર્ટ્સ ડે પર પ્રોફેસરના નિધનથી વિદ્યાર્થીઓ સહિત સાથીકર્મીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

Surat News: સુરતમાં અચાનક મોતના બનાવનો સિલસિલો ચાલું છે. ઉકા તરસાડીયા યુનિવર્સિટીના પ્રોફેસર ડો.ઋષભ શાહનું મોત થયું છે. યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ ડેમાં ક્રિકેટ રમતા રમતા અચાનક ખેંચ આવતા પ્રોફેસર મેદાન પર ઢળી પડ્યા હતા. જે બાદ સ્ટાફના અન્ય લોકો દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રોફેસરનું મોત થયું હતું. મોતનું સાચું કારણ પી એમ રિપોર્ટ બાદ જાણી શકાશે. પ્રોફેસર મૂળ માંડવીના અને બાબેન લેક સીટી બાબેન ગામ ખાતે રહેતા હતા. સ્પોર્ટ્સ ડે પર પ્રોફેસરના નિધનથી વિદ્યાર્થીઓ સહિત સાથીકર્મીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

થોડા દિવસ પહેલા સુરતમાં એક જ દિવસમાં ત્રણ લોકોના અચાનક મોત થયા હતા. સુરતના અમરોલીમાં મિત્રની બર્થ ડે પાર્ટીમાં ડાન્સ કરતી વખતે યુવક ઢળી પડ્યો હતો. અમરોલીના છાપરાભાઠા ખાતે નીચલી કોલોનીમાં રહેતો 26 વર્ષીય વિજય શંકર રાઠોડ મોડી રાત્રે ઘર પાસે મિત્રની બર્થ ડે પાર્ટીમાં ડાન્સ કરતો હતો તે સમયે તેની તબિયત બગડતા ઢળી પડયો હતો. જેથી તેને તરત 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે વિજય છુટક મજુરી કામ કરતો હતો.

રાંદેરના મોરાભાગળ ખાતે દેવ આશિષ સોસાયટીમાં રહેતો 35 વર્ષીય મનીષ બલદેવ સુરતી અડાજણમાં પ્રાઈમ આર્કેડ પાસે એટીએમ માંથી પૈસા ઉપાડીને બહાર આવ્યો હતો. તે સમયે તેને અચાનક ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ગયો હતો. જેથી તેની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મનીષ મૂળ ઓલપાડનો વતની હતો. તે પાલિકામાં ફાયલેરીયા વિભાગમાં ફરજ બજાવતો હતો. વરાછા બોમ્બે માર્કેટ પાસે રેણુકા ભવન નજીક સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા 38 વર્ષના પુષ્પાબેન ધનંજયસિંહ ઠાકોર શનિવારે બપોરે ઘરમાં કામ કરતા હતા. તે સમયે તેમની અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયા હતા. જેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તેઓ મુળ ઉતરપ્રદેશના વતની હતા. તેમને બે સંતાન છે.  

આ પણ વાંચોઃ

કેન્દ્ર સરકાર માર્ચના પ્રથમ સપ્તાહમાં લાગુ કરી શકે છે CAAના નિયમ, પોર્ટલ થયું તૈયારઃ સૂત્ર

નડિયાદમાંથી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, સ્ટેટ મોનિટરીંગ સેલે બોલાવ્યો સપાટો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

Embed widget