કોંગ્રેસના શાસનમાં જેમની આંખો બગડી હતી તેમના ઓપરેશન આયુષ્માન કાર્ડમાં થયાઃ હર્ષ સંઘવી
કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં તેમણે કહ્યું, કોંગ્રેસી નેતા લોકોના કરોડો રૂપિયા ચાંઉ કરી ગયા. ત્યાં કરોડો રૂપિયા ચાઉ કરી ઘરમાં ભેગા કર્યા, હજુ ગણતરી ચાલુ જ છે.
![કોંગ્રેસના શાસનમાં જેમની આંખો બગડી હતી તેમના ઓપરેશન આયુષ્માન કાર્ડમાં થયાઃ હર્ષ સંઘવી Surat News Ayushman cards for those whose eyes deteriorated under Congress rule: Harsh Sanghvi કોંગ્રેસના શાસનમાં જેમની આંખો બગડી હતી તેમના ઓપરેશન આયુષ્માન કાર્ડમાં થયાઃ હર્ષ સંઘવી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/10/4b35700a93ec5d5b0388b1a368404e04170219627760076_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. સુરતમાં તેમણે કહ્યું, લોકોના ઘર સુધી મોદી ગાડી પહોંચે અને લોકોને લાભ મળે છે. ગાડી સોસાયટી સુધી જઈ લાભ આપી રહી છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આવું થઈ થયું છે. લોકો પણ આ ગાડીનું ઠેરઠેર સ્વાગત કરી રહ્યા છે.
અગાઉની સરકારમાં કેમ વિકાસ ન થયો તે ખબર પડીઃ સંઘવી
સ્વનિધિ યોજનાનો હવાલો આપી સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. લઘુમતી સમાજના યુવકને મળેલી સહાય મુદ્દે કોંગ્રેસ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું, બે નેતાઓ વચ્ચે કેટલો ફરક છે તે સમજવો જરૂરી છે. એક પાર્ટીના સાંસદના ઘરેથી કરોડો રૂપિયા મળ્યા છે, મોદીજીએ આવા કરોડો રૂપિયાથી ગરીબ પરિવારનું જીવન બદલ્યુ છે. અગાઉની સરકારમાં કેમ વિકાસ ન થયો તે ખબર પડી છે.
કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં તેમણે કહ્યું, કોંગ્રેસી નેતા લોકોના કરોડો રૂપિયા ચાંઉ કરી ગયા. ત્યાં કરોડો રૂપિયા ચાઉ કરી ઘરમાં ભેગા કર્યા, હજુ ગણતરી ચાલુ જ છે. કોંગ્રેસના શાસનમાં જેમની આંખો બગડેલી તેમનું આયુષ્યમાન કાર્ડ થકી મોતિયાનું ઓપરેશન પણ થયું. બે નેતૃત્વ અલગ અલગ છે, એક માત્ર વાર્તાઓ કરવી, મોટી મોટી વાતો કરવી , ને ના ખબર હોય એવી વાતો કરવી. ઘણી વાર લખેલામાં ભૂલ થઈ જાય એવી વાતો કરવી. ઈમાનદારીની વાતો કરવી અને નેતાઓના ઘરોમાંથી રૂપિયા મળવા બે અલગ વાત છે.
શનિવારે સુરત જિલ્લા પોલીસ દ્વારા કામરેજ તાલુકા મથકે યોજાયેલા ‘ તેરા તુજકો અર્પણ ’ કાર્યક્રમમાં 242 ગુનાઓમાં પકડાયેલા રૂા.89.21 કરોડની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને હાથોહાથ પરત કરાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકોને તેમના લાભ હક્કો સરળતાથી મળી રહે તે માટે રાજ્યની પોલીસ સક્રિયતાથી કામગીરી કરી રહી છે. કોઈ પણ નાગરિકોને પોતાની ચોરાયેલી, અસામાજિક તત્વો પાસે ગયેલી ચીજવસ્તુઓ સહી સલામત મળી રહે, પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાવા ન પડે તે માટે પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમો યોજીને ‘તમારી ચીજો છે, તમને જ મળે’ એવી ભાવનાથી ચીજવસ્તુઓ સહી સલામત અર્પણ કરવામાં આવી રહી છે.રાજ્યભરમાં નાનાથી લઈને મોટા ગુનાઓમાં પોલીસ દ્વારા ત્વરિત અને દાખલારૂપ કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત અને જિલ્લા પોલીસ ડ્રગ્સના દૂષણને ડામવા માટે પણ ઉદાહરણીય કાર્ય કરી રહી છે. કાયદો અને ન્યાય વ્યવસ્થાને સુદ્રઢ કરી પ્રત્યેક નાગરિકોને સુખાકારી અને સુરક્ષાની ભાવનાનો અનુભવ થાય એવા પ્રયાસો સરકારે કર્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)