Surat: ગુજરાતમાં હીરા ઉદ્યોગની ઉજળી તકોથી મહારાષ્ટ્રને મોટો ઝટકો, મુંબઈના 26 હીરા કારોબારીઓ સુરતમાં થશે શીફ્ટ
દશેરાના શુભ દિવસે સુરત ડાયમંડ બુર્સમાં 983 ઓફિસોમાં કુંભ ઘડાનું સ્થાપન થયા બાદ 21મી નવેમ્બરને મંગળવારના શુભદિવસથી 135 વેપારીઓ દ્વારા વિધિવત રીતે ડાયમંડ વેપારના શ્રીગણેશ કરવામાં આવશે.
Surat Diamond News: સુરતની ઓળખ ડાયમંડનગરી(diamond city) તરીકેની છે. જોકે કેટલીક સુવિધાઓને અભાવે હાલ મોટાભાગના હીરા એકમોની હેડ ઓફિસ મુંબઈ, મહારાષ્ટ્રમાં છે. જોકે હવે મહારાષ્ટ્રને (Maharashtra) મોટો ઝટકો લાગશે. મુંબઈના 26 કારોબારીઓ સુરતમાં ઓફિસ (Shift to Surat) શિફ્ટ કરશે. મંગળવારથી સુરત ડાયમંડ બુર્સમાં એક સાથે 135 ઓફિસોમાં વિધિવત રીતે વેપારના શ્રીગણેશ થશે. 135 હીરા વેપારી પૈકી 26 વેપારીઓ મુંબઈથી કાયમી ઓફિસ બંધ (Shutdown) કરી સુરત શિફટ થશે
135 વેપારીઓ પૈકી 26 ડાયમંડ વેપારીઓ મુંબઈથી સુરતમાં કાયમી શિફ્ટ થશે
દશેરાના શુભ દિવસે સુરત ડાયમંડ બુર્સમાં (Surat Diamond Bourse) 983 ઓફિસોમાં કુંભ ઘડાનું સ્થાપન થયા બાદ 21મી નવેમ્બરને મંગળવારના શુભદિવસથી 135 વેપારીઓ દ્વારા વિધિવત રીતે ડાયમંડ વેપારના શ્રીગણેશ કરવામાં આવશે. સુરત ડ્રિમસિટી ખાતે સાકાર થયેલ સુરત ડાયમંડ બુર્સએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ (PM Modi dream project) છે. વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યાર હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપાર થવાની શરૂઆત થશે. ભવ્યાતિભવ્ય રીતે તૈયાર કરવામાં આવેલા આ આઈકોનિક સુરત ડાયમંડ બુર્સમાં 21મી નવેમ્બરથી 135 હીરા વેપારીઓ દ્વારા ડાયમંડના વેપારના શ્રીગણેશ કરવામાં આવશે. 135 વેપારીઓ પૈકી 26 ડાયમંડ વેપારીઓ મુંબઈથી સુરતમાં કાયમી શિફ્ટ થશે. સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલા ૨૦મી નવેમ્બરના રોજ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી.
17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી, પ્રમુખ નાગજી સાકરિયા અને મીડિયા કમિટીના કન્વિનર દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, 'સુરત ડાયમં બુર્સની શરૂઆત થવા થઈ રહી છે, હીરા સહિત અન્ય વેપાર સાથે જોડાયેલા લોકોમાં પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, હવે લોકોની આતુરતાનો અંત થશે. 21મી નવેમ્બરને મંગળવારના રોજ સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે વેપારની શરૂઆત થશે. ત્યાર બાદ 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. દશેરાના દિવસે 983 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે.
વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંસે અટલ બ્રિજ પર કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો