(Source: Poll of Polls)
Surat: 10 વર્ષની બાળકીનું અચાનક બેભાન થયા બાદ મોત, એકની એક દીકરીના મોતથી પરિવારમાં શોકનો માહોલ
Latest Surat News: પોસ્ટમોર્ટમના પ્રાથમિક તારણમાં બાળકીના માથામાં હેમરેજ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. જોકે વધુ સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.
Surat News: ડાયમંડ નગરી સુરતમાં અચાનક બેભાન થયા બાદ મોતનો સિલસિલો યથાવત છે. સુરતના વરિયાવ વિસ્તારમાં માત્ર દસ વર્ષની બાળકીનો અચાનક બેભાન થયા બાદ મોત (Death after sudden unconsciousness) નિપજ્યું હતું. ટ્યુશન કલાસમાં (tuition class) ગયેલી બાળકી અચાનક બેભાન થઈ ઢળી પડતા તેના પરિવારને જાણ કરતા દોડી ગયા હતા અને બાળકીને ખાનગીમાં (private hospital) હોસ્પિટલ ખસેડી હતી. જોકે ટુંકી સારવાર (short treatment) દરમિયાન મોત નીપજ્યું હતું. એકની એક દીકરીનું મોત થતાં પરિવારમાં શોકનો (the family mourns due the death of one and only daughter) માહોલ છવાઇ ગયો હતો.
સુરતના વરિયાવ ગામ ખાતે આવેલી મદીના રેસીડેન્સીમાં મૂળ ધંધૂકાના ઇકબાલ હબિલભાઈ ખલીફા રહે છે. પરિવારમાં પત્ની, દીકરો અને દીકરી છે. ઈકબાલભાઈ અડાજણ મામલતદાર મતદાન યાદી વિભાગમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરી તમન્ના નજીકમાં જ આવેલી શિશુકુંજ વિદ્યાલયમાં ધોરણ પાંચમા અભ્યાસ કરે છે.
પિતા ઇકબાલભાઈએ જણાવ્યું હતું કે, ગત રોજ સવારે તમન્ના સ્કૂલે અભ્યાસ કરવા ગઈ હતી. ત્યારબાદ બપોરે ઘરે આવ્યા બાદ જમીને સુઈ ગઈ હતી. ત્યારબાદ ચાર વાગ્યે ઊઠી હતી અને પાંચ વાગ્યે નજીકમાં જ આવેલા ટ્યુશન ક્લાસમાં ગઈ હતી. ટ્યુશન ક્લાસમાં ગયાના પાંચ મિનિટમાં જ ફોન આવ્યો હતો કે તમન્ના અચાનક બેભાન થઈને ઢળી પડી છે. જેથી પરિવારજનો તાત્કાલિક દોડીને ટ્યુશન ક્લાસ સાથે પહોંચ્યા હતા.
તમન્નાને તાત્કાલિક નજીકમાં જ આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી હતી. જોકે વેન્ટિલેટર સહિતની સારવાર આપવામાં આવી રહી હોવા છતાં કોઈ રિકવરી આવી રહી ન હતી. જેથી અન્ય એક ખાનગી હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી હતી. જ્યાં રાત્રે તમન્નાને મૃત જાહેર કરવામાં આવી હતી. દીકરીના અચાનક મોતના પગલે પરિવારમાં શોખનું માહોલ છવાઈ ગયો હતો.
દસ વર્ષની બાળકીના મોતનું કારણ જાણવા માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોસ્ટમોર્ટમના પ્રાથમિક તારણમાં બાળકીના માથામાં હેમરેજ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. જોકે વધુ સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. બાળકીનું સ્કૂલ અથવા ટ્યુશન જતા સમયે પડી જવાથી માથામાં ઈજા થવાની શક્યતા છે. આ સાથે જ જ્યારે બેભાન થઈને જડી પડી ત્યારે પણ માથામાં બીજા થઈ હોઈ શકે છે.
પિતાએ વધુમાં જણાવ્યું હતું કે તમન્ના ખેંચ આવવાથી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જોકે અત્યાર સુધી તમન્નાને ક્યારેય ખેંચ આવી નથી. જ્યારે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે તેમને કોઈ જાણકારી ન હતી. હોસ્પિટલમાં કોઈ રિકવરી પણ આવી રહી ન હતી. હાલ પોસ્ટમોર્ટમમાં તેને માથાના પાછળના ભાગે વાગવાથી લોહી જામી ગયું હોવાનું કહેવામાં આવ્યું છે.