Surat News: સુરતના હીરાબાગ મેઇન રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવા સર્જાયા દ્રશ્યો, જાણો વિગત
સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ થતા પાલિકાના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે. બે દિવસથી સતત પાણી વેડફાઈ રહ્યું છે.
Latest Surat News: સુરતના (surat) હીરાબાગ (hirabaugh main road) મેઇન રોડ પર ભર ઉનાળે (monsoon like scene in summer) ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. મેઈન પીવાની લાઈનમાં લીકેજ (water line leakage) થતા હજારો લિટર પાણી રોડ પર વેડફાયું હતું. પાણીની લાઈન રાતથી જ લીકેજ હોવા છતાં પાલિકાના (surat municipal corporation) કોઈપણ કર્મચારીઓ (employee) ડોકાયા પણ ન હતા.
છેલ્લા બે દિવસથી પાણી થઈ રહ્યું છે લીક
સુરત મહાનગરપાલિકાની અનેક જગ્યાએ ઘોરબેદરકારીના કારણે સ્થાનિક લોકોને ભોગ બનવું પડી રહ્યું છે. ત્યારે સુરતના હીરાબાગ સર્કલ પાસે મેઇન રોડ પર પીવાના પાણીની મેઇન લાઈનમાં લીકેજ થતા રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. છેલ્લા બે દિવસથી પીવાના પાણીની મેન લાઇનમાં લીકેજ હોવા છતાં પણ પાલિકાના કોઈપણ કર્મચારીઓએ કામગીરી કરવાની તસ્દી પણ ના લીધી હતી.
સીમાડા સરથાણા વિસ્તારમાં પીવાના પાણીની મેન લાઈનમાં હતું લીકેજ
થોડા દિવસ પહેલા સીમાડા સરથાણા વિસ્તારમાં પીવાના પાણીની મેન લાઈનમાં લીકેજ હોવાથી પાણીની લાઈનને રીપેરીંગ કરવામાં આવી હતી ત્યારે ફરીથી હીરાબાગ વિસ્તારમાં પીવાના પાણીની મેન લાઇનમાં ભાંગળ થતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. મહત્વનું છે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ ખૂબ જ ચિંતાનો વિષય છે.
સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ થતા પાલિકાના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે. બે દિવસથી સતત પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે મેઇન લાઇનનું રીપેરીંગ ક્યારે થાય તે જોવું રહ્યું