શોધખોળ કરો

Surat: દુબઇ ટૂરની મજા લેવા ઇચ્છતા ત્રણ લૂંટાયા, એજન્ટે 15 લાખ ખંખેરીને પકડાવી દીધી નકલી ટિકીટ, ને પછી....

સુરતમાંથી વધુ એક મોટું ફ્રૉડ સામે આવ્યુ છે, આ વખતે એક શખ્સે ટૂરના નામે ત્રણ વ્યક્તિઓ પાસેથી લગભગ 15 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની ઘટના ઘટી છે

Surat News: સુરતમાંથી વધુ એક મોટું ફ્રૉડ સામે આવ્યુ છે, આ વખતે એક શખ્સે ટૂરના નામે ત્રણ વ્યક્તિઓ પાસેથી લગભગ 15 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાની ઘટના ઘટી છે. માહિતી પ્રમાણે, અગાઉ પણ આ ટૂર ઓપરેટર શખ્સે થાઇલેન્ડના નામે પૈસા લઇને ટૂરની વ્યવસ્થા કરી હતી, પરંતુ આ વખતે દુબઇ ટૂરના નામે બૉગસ ટિકીટ પકડાઇને ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી 14 લાખ રૂપિયા ખંખેરી એક ટૂર ઓપરેટર રફૂચક્કર થઇ ગયાની ઘટનાથી લોકોમાં તર્ક વિતર્ક છે. શહેરના કતારગામમાં રહેતો એક ટૂર ઓપરેટર શહેરમાં ટૂરના નામે પૈસા ઉઘરાવતો હતો, તેને આ કિસ્સામાં ત્રણ શખ્સો પાસેથી 14.31 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા અને બાદમાં રફૂચક્કર થઇ ગયો હતો. અગાઉ પણ હેમીન તલાટી નામના શખ્સને ધંધાર્થીને થાઈલેન્ડની ટૂરની વ્યવસ્થા કરી આપી હતી અને હવે દુબઈની ટૂરનું કામ સોંપ્યું હતુ અને પૈસા સલવાયા હતા. ટૂરના નામે પૈસા ઉઘરાવ્યા બાદ જ્યારે વિઝા સમસયર ના મળ્યા ત્યારે તપાસ કરવામાં આવી અને આ તપાસમાં ટિકીટ જ બૉગસ જ હોવાનુ બહાર આવ્યુ હતુ. 

સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટ ફટકારી 20 વર્ષની સજા

સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનારા નરાધમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. લગ્નની લાલચે દુષ્કર્મ કરનાર 32 વર્ષના નરાધમ ને સજા ફટકારવામાં આવી છે.  કતારગામની 16 વર્ષ 8 માસની તરૃણીને લગ્નની લાલચે ભાવનગર ભગાડી  દુષ્કર્મ આચરનાર 31 વર્ષીય પરણીત રત્નકલાકારને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સખ્તકેદ, રૂ.50 હજાર દંડ ભરે તો તેમાંથી 45 હજાર તથા 50 હજાર મળીને પીડિતાને કુલ 90 હજાર વળતર ચુકવવા, દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો નિર્દેશ આપ્યો છે.

સુરતમાં રહીને રત્નકલાકાર તરીકે કામ કરતાં 31 વર્ષીય પરણીત આરોપી યોગેશ છગનભાઈ કળસરીયા(રે.હરીધામ સોસાયટી, પુણાગામ)એ કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષ તથા 8 માસની વયની તરૂણીનો ઈન્સ્ટાગ્રામ આઈડીથી સંપર્ક કર્યો હતો.ત્યારબાદ તરૂણીને લગ્નની લાલચ આપીને તા.7-2-23 રોજ પોતાના વતનમાં લઈ ગયો હતો. આરોપી પરણીત હોવા ઉપરાંત પોતાની અડધી ઉંમરની સગીરા હોવાનું જાણવા છતાં દુષ્કર્મ આચર્યું હતુ. તરૂણીને પિતાની ફરિયાદને આધારે કતારગામ પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.

શુક્રવારે કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેથી સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 29 સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. કોર્ટે આરોપી યોગેશ કળસરીયાને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. આરોપીના બચાવપક્ષે આરોપીની વય, પરણીત હોઈ કુટુંબની જવાબદારી તથા ગુનાઈત ઈતિહાસ ન હોઈ સજામાં રહેમની માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી પરણીત હોવા ઉપરાંત પોતાની 14 વર્ષ નાની તરૃણીને ભગાડી જઈને બળાત્કાર ગુજાર્યો છે. હાલમાં સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાનું પ્રમાણ વધી રહ્યું હોઈ આવા ગુનાને હળવાશથી લેવાના બદલે સમાજમાં દાખલો બેસે તે રીતે મહત્તમ સજા, દંડ અને વળતર ચુકવવા કરેલી માંગને કોર્ટે માન્ય રાખી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget