શોધખોળ કરો

આર્થિક તંગીનો માર: સુરતમાં વાલીઓની સરકારી શાળામાં પ્રવેશ માટે પડાપડી, ૬૦૦ બેઠકો સામે ૪૦૦૦ અરજીઓ

મોટા વરાછાની સરકારી શાળામાં ૬૦૦ બેઠકો સામે ૪૦૦૦થી વધુ અરજીઓ, ડ્રોથી અપાઈ રહ્યો છે પ્રવેશ.

Surat school admissions: સુરતમાં શિક્ષણ ક્ષેત્રે એક નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી ખાનગી શાળાઓ તરફ આકર્ષિત રહેતા વાલીઓએ હવે સરકારી શાળાઓમાં પોતાના બાળકોના પ્રવેશ માટે ભારે ઉત્સાહ દાખવ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

શાળા નંબર ૩૩૪ અને શાળા નંબર ૩૪૬માં ધોરણ ૧માં બાળકોના પ્રવેશ માટે માત્ર ૬૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સામે ચારથી પાંચ હજાર જેટલા પ્રવેશ ફોર્મ ભરાયા છે. વાલીઓની આટલી મોટી સંખ્યાને જોતા શાળા સંચાલકોને નાછૂટકે ડ્રો કરીને પ્રવેશ આપવાની ફરજ પડી રહી છે. આ ઘટના સુરતમાં સરકારી શાળાઓ પ્રત્યે વાલીઓના વધતા વિશ્વાસ અને ખાનગી શાળાઓના મોહ ઘટવાનું ઉદાહરણ છે.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે, જેના કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આર્થિક સંકડામણને કારણે ઘણા પરિવારો ખાનગી શાળાઓનો ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. પરિણામે, વાલીઓ હવે તેમના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવા તરફ વળ્યા છે.

વર્ષ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષ માટે મોટા વરાછા ઉતરાણ ખાતેની સરકારી શાળામાં ૫૦૦ બેઠકો માટે આશરે ૫૦૦૦થી વધુ વાલીઓએ અરજી કરી છે. પ્રવેશ માટે લાઈનમાં ઉભેલા વાલીઓનું કહેવું છે કે આજકાલની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ઘણી સારી થઈ ગઈ છે. બાળકોને સારો અભ્યાસક્રમ, લાયકાત ધરાવતા શિક્ષકો અને વિવિધ સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિઓનો લાભ મળી રહ્યો છે. ખાનગી શાળાઓમાં જ્યાં નર્સરીથી ધોરણ ૮ સુધીની ફી ૨૫,૦૦૦ રૂપિયાથી પણ વધુ હોય છે, ત્યાં સરકારી શાળાઓમાં મફતમાં સંપૂર્ણ શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત, સરકારની વિવિધ યોજનાઓ જેમ કે મધ્યાહન ભોજન, શાળા ગણવેશ, પુસ્તકો અને સ્કૂલ બેગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

એક વાલીએ જણાવ્યું કે તેમનું બાળક ગયા વર્ષે ખાનગી શાળામાં અભ્યાસ કરતું હતું, પરંતુ ત્યાં વધુ ખર્ચ અને ઓછું પરિણામ મળતાં તેમણે સરકારી શાળામાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે આ શાળામાં દર વર્ષે પ્રવેશ માટે લાંબી લાઇન લાગે છે અને વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરવું પડે છે.

મોટા વરાછા ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળામાં પ્રોજેક્ટર અને લેપટોપની મદદથી નિષ્ણાત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે. જેના કારણે શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકોએ પણ પોતાના બાળકોનો પ્રવેશ આ શાળામાં કરાવ્યો છે. સરકારની યોજના હેઠળ આ શાળામાં ઉચ્ચ શિક્ષણની સાથે બાળકોનું ઘડતર પણ સારી રીતે કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં જ ભણાવવા ઇચ્છતા હતા, પરંતુ હવે સરકારી શાળાઓમાં પણ ખાનગી શાળાઓ જેવી જ ઉચ્ચ શિક્ષણ અને યોગ્ય સુવિધાઓ મળતી હોવાથી વાલીઓ સરકારી શાળાઓ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. સુરતની આ સરકારી શાળા અન્ય શાળાઓ માટે એક રોલ મોડેલ બની છે અને સુરત મહાનગરપાલિકા માટે પણ આ ગર્વની વાત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Embed widget