![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surat : 16 વર્ષીય સગીરાને હોટલમાં લઈ જઈ યુવકે માણ્યું શરીરસુખ ને પછી તો....
16 વર્ષ અને 9 મહિનાની સગીરાને તેની જ સોસાયટીમાં રહેતા યુવકે તેને લલચાવી, ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ હોટલમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું. જેને કારણે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી.
![Surat : 16 વર્ષીય સગીરાને હોટલમાં લઈ જઈ યુવકે માણ્યું શરીરસુખ ને પછી તો.... Surat : Police arrested lover from MP after minor girl pregnant Surat : 16 વર્ષીય સગીરાને હોટલમાં લઈ જઈ યુવકે માણ્યું શરીરસુખ ને પછી તો....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/04103656/student-molestation-in-Chin.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ શહેરના પાંડેસરામાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ગર્ભવતી બનાવી દેનાર યુવકની પોલીસે મધ્યપ્રદેશથી ધરપકડ કરી લીધી છે. સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવકે શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવકે સગીરાને હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધતા સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ થતાં યુવકની મધ્યપ્રદેશના જબલપુરથી ધરપકડ કરવામાં આવી છે.
યુવકની ધરપકડ મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે, 16 વર્ષ અને 9 મહિનાની સગીરાને તેની જ સોસાયટીમાં રહેતા યુવકે તેને લલચાવી, ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ હોટલમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું. જેને કારણે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આરોપીની મધ્યપ્રદેશના જબલપુરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમ પાંડેસરના પોલીસ સ્ટેશના પીઆઇ એપી ચૌધરીએ જણાવ્યું હતું.
ત્રણ દિવસ પહેલા સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં તબીબે તપાસ કરતાં સગીરાને છ મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે પરિવારને ખબર પડતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, સગીરાએ આ ગર્ભ કોનો છે, તે અંગે ગોળ ગોળ ફેરવતા પરિવાર અને પોલીસ પણ મુંજવણમાં મુકાઈ હતી. જોકે, સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. શ્રમજીવી પરિવારની 16 વર્ષીય સગીરા ધો. 11માં અભ્યાસ કરે છે. થોડા મહિના પહેલા સગીરા યુવકના પરિચયમાં આવી હતી. તેમજ તેના પ્રેમમાં પાગલ બની હતી. આ યુવક સાથે શારીરિક સંબંધથી સગીરાને ગર્ભ રહી ગયો હતો.
Vadodara : પોલીસ આવતાં પ્રેમીએ હોટલના બીજા માળેથી લગાવી મોતની છલાંગ, પ્રેમિકા કૂદવા ગઈ ને......
વડોદરાઃ પરણીત પ્રેમી યુગલની પ્રેમ કહાનીનો કરુણ અંત આવ્યો છે. સુરતનું પ્રેમી યુગલ ભાગીને વડોદરાની હોટલમાં રોકાયું હતું. જોકે, પોલીસ ત્યાં આવી પહોંચતાં પ્રેમીએ હોટલના બીજા માળેથી મોતની છલાંગ લાગાવી દીધી હતી. પ્રેમી પાછળ પ્રેમિકા પણ કૂદવા જઈ રહી હતી. પરંતુ પોલીસે તેને બચાવી લીધી હતી. આ ઘટનામાં પ્રેમીનું મોત નીપજ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, સુરતમાં કાપડની લૂમ્સની ફેક્ટરી ધરાવતા શરદ ભીસરા(ઉં.વ. 30)ને 24 વર્ષીય પરણીતા સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ હતા. શરદ પોતે પણ પરણીત છે અને તેને બે વર્ષની પુત્રી પણ છે. ગત 19મી ઓક્ટોબરથી યુવતી ઘરેથી નીકળી ગઈ હતી. જેથી પતિએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ પરણીતા વડોદરાની અમિટી હોટલમાં રોકાઈ હતી. તેમજ ત્યાંથી 24મીએ ચેક આઉટ કરી નીકળી ગઈ હતી. હોટલમાં તેણે જોબ પર્પઝથી આવી હોવાનું રજિસ્ટરમાં નોંધ્યું હતું. જોકે, 24મી ઓક્ટોબરે બપોલે પ્રેમી શરદ સાથે તેણે ચેક ઇન કર્યું હતું. તેમજ બીજા દિવસે વહેલી સવારે આ ઘટના બની હતી.
વડોદરાના સયાજીગંજમાં ડેરી ડેન સર્કલ પાસે આવેલી હોટલ અમિટીના બીજા માળેથી પ્રેમી શરદ કૂદી ગયો હતો. જોકે, પ્રેમી પાછળ કૂદવા જઇ રહેલી પ્રેમિકાને પોલીસે બચાવી દીધી હતી. સયાજીગંજ પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પરણીતા પ્રેગ્નન્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. વહેલી સવારે 4 વાગ્યે પોલીસે દરવાજો ખખડાવતાં ગભરાયેલા પ્રેમીએ બારીમાંથી કૂદકો મારી દીધો હતો. તેની પાછળ યુવતી પણ મોતનો ભૂસકો મારવા માટે બારી સુધી પહોંચી હતી. જોકે, પોલીસે દોડીને યુવતીને બચાવી લીધી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)