શોધખોળ કરો

Surat: પોલીસે લીધેલી CPR ટ્રેનિંગ આવી કામ, સુરતમાં યુવકનો બચાવ્યો જીવ

સુરત: હાલમાં રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ખુબ વધી રહ્યા છે. આને અનુસંધાને ગુજરાત પોલીસના જવાનોને સીપીઆરની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આજે આ ટ્રેનિંગ કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો છે.

સુરત: હાલમાં રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ખુબ વધી રહ્યા છે. આને અનુસંધાને ગુજરાત પોલીસના જવાનોને સીપીઆરની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આજે આ ટ્રેનિંગ કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો છે. આ ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારમાં સામે આવી છે. પોલીસની CPR ટ્રેનિંગ કામગીરી કામ લાગી છે.
 
ઉત્રાણ પોલીસ ચોકીની બાજુમાં આવેલ ઘરમાં એક ઈસમે ગળેફાંસો ખાધો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી.જે બાદ ઉત્રાણ પોલીસ ચોકી તથા ભરથાણા પોલીસ ચોકીનાં પોલીસ જવાનો બનાવવાળી જગ્યાએ દોડી ગયા હતા. જે બાદ ગળેફાંસો ખાધેલ ઈસમને નીચે ઉતારી  C.P.R તાલીમ હેઠળ છાતીમાં પુસીંગ શરૂ કર્યું હતું. આમ આ યુવકનું જીવ બચી ગયો હતો. સીપીઆર આપ્યા બાદ પોલીસે ૧૦૮ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે યુવકને મોકલી આપ્યો હતો. આમ ગળેફાંસો ખાધેલા ઈસમનો સારવાર દરમ્યાન જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

વરસાદ વચ્ચે દેવદૂત બનીને આવી ગુજરાત પોલીસ

હાલમાં બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આ દરમિયાન કેટલીક તસવીરો સામે આવી છે જેમાં ગુજરાત પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે. હકિકતમાં રાજસ્થાનના બિકાનેરનો એક પરિવાર મલાણા ડીપની અંદર ફસાઈ જતા પાલનપુર તાલુકા પોલીસ દ્વારા બાળકોને ઉતારી તેમની ગાડીને બહાર નીકળાવામાં મદદ કરી હતી. પોલિસ કર્મચારીઓ દ્વારા ચાલુ વરસાદે મદદ કરી ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.પાલનપુર મલાણા પાટિયા નજીક નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઇવે બંને સાઈડથી બંધ થયો છે. રાજસ્થાનથી પાલનપુર તરફ આવતા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. નેશનલ હાઇવે પર કેડ સમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે. મીની તળાવ જેવા દ્રશ્યો હાલ આ હાઇવે ઉપર જોવા મળી રહ્યા છે.

બનાસકાંઠામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે,ખાસ કરીને ઉતર ગુજરાતમાં પવન સાથે વરસાદ વરસતાં અને મકાનાનો છાપરા ઉડ્યા છે તો વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. પાલનપુરમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. અહીં ભારે વરસાદના કારણે પાલનપુર હાઈવે પર દુકાનોમાં પાણી પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદ થી ગઠામણ પાટિયા વિસ્તાર ની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની ચિંતા વધી છે. પાલનપુર થી ગઠામણ પાટિયા ને જોડતા માર્ગ પણ પાણી પાણી થઇ ગયો છે.  સતત ભારે વરસાદની અને ભારે પવનની જન જીવન ઉપર ખૂબ જ માઠી અસર પડી છે.આટલું જ નહી ભારે વરસાદે વાહનચાલકોની મુશ્કેલી પણ વઘારી છે. 15 થી વધુ ગામડાઓ ને જોડતા માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Embed widget