શોધખોળ કરો
Advertisement
સુરતઃ હેલમેટ વગર જતી હતી મહિલા, પોલીસે અટકાવીને આપ્યો મેમો ને પછી.......
પોલીસે ચેકિંગ દરમિયાન હેલમેટ વગર જતી મહિલાઓ પાસેથી ગાડીના જરૂરી દસ્તાવેજો ન મળી આવતાં દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈ મહિલાએ ફોન કરીને પોતાના સંબંધીઓને બોલાવ્યા હતા.
સુરતઃ ડાયમંડ નગરી તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા સુરતમાં ટ્રાફિકના નવા કાયદા આવ્યા બાદ પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષના બનાવો વધી રહ્યા છે. આવી જ એક ઘટના ચોપાટી પાસેના ટ્રાફિક પોઇન્ટ પર બની હતી. પોલીસે ચેકિંગ દરમિયાન હેલમેટ વગર જતી મહિલાઓ પાસેથી ગાડીના જરૂરી દસ્તાવેજો ન મળી આવતાં દંડની કાર્યવાહી હાથ ધરી હતી.
જેને લઈ મહિલાએ ફોન કરીને પોતાના સંબંધીઓને બોલાવ્યા હતા. થોડીવારમાં મહિલાના સંબંધીઓ આવી પહોંચ્યા હતા. જે બાદ તેમણે પોલીસને ગાળો આપવાની સાથે જાહેરમાં ઝપાઝપી કરી હતી. ઉપરાંત અભદ્ર વર્તન પણ કર્યું હતું.
પોલીસ દ્વારા આપવામાં આવેલો મેમો પણ મહિલાઓએ સ્વીકાર્યો નહોતો. મહિલાના સંબંધીઓ હાજર પીઆઈ સહિતના સ્ટાફને કાંકરીચાળો કરવા લાગ્યા હતા. જે અંગે ઉમરા પોલીસને જાણ કરવામાં આવતા ડી સ્ટાફ અને મહિલા સ્ટાફ આવી પહોંચ્યો હતો. જે બાદ મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.
શરદ પવારે એવો શું પાવર દેખાડ્યો કે માની ગયા અજીત પવાર ? જાણો વિગત
દેવેન્દ્ર ફડણવીસે અજીત પવારને લઈ પ્રથમ વખત કર્યો આ મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો
મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે લેશે CM પદના શપથ, જાણો કોણ-કોણ બનશે નાયબ મુખ્યમંત્રી
ઉદ્ધવ ઠાકરે 5 વર્ષ માટે બનશે CM, અજીત પવાર પણ અમારી સાથેઃ સંજય રાઉત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement