શોધખોળ કરો

Heart Attack: સુરતમાં સર્ગભા મહિલાનું હાર્ટએટેકથી નિધન, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

Surat: સુરત શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં સગર્ભા મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. 36 વર્ષીય મહિલાને 3 મહિનાનો ગર્ભ હતો.

Heart Attack: રાજ્યમાં છેલ્લા થોડા મહિનાથી હાર્ટએટેકથી નિધનની ઘટનામાં ચોંકાવનારો વધારો થયો છે. આવી જ વધુ એક ઘટના ડાયમંડ નગરી સુરતમાં બની છે. શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં સગર્ભા મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. 36 વર્ષીય મહિલાને 3 મહિનાનો ગર્ભ હતો. મહિલા સવારે વોશ ગયા બાદ અચાનક જ ગભરામણ થવા લાગી હતી. જેથી તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈને આવતા ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ગર્ભવતી મહિલાના નિધનથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

થોડા દિવસ પહેલા સુરતમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 6 લોકોનાં મોતથી મચ્યો હતો હાહાકાર

થોડા દિવસ પહેલા સુરતના જુદા જુદા વિસ્તારમાં 1 મહિલા, 5 પુરુષ સહિત 6 લોકોના મોતથી હાહાકાર મચી ગયો હતો. છાતીના દુખાવા બાદ અલગ અલગ વિસ્તારમાં 6 ના મોત ચકચાર મચી ગઈ હતી. નાની વયમા વધતા જતા હાર્ટએટેક બનાવમાં  24 કલાકમાં 6  લોકોનાં મોત થયા હતા. સચિન, સચિન જીઆઇડીસી, ગોદાડરા, ડભોલી, પાંડેસરામાં મળીને 6  લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા, જેમાં એક મહિલા અને પાંચ પુરુષ હતા.

Heart Attack: સુરતમાં સર્ગભા મહિલાનું હાર્ટએટેકથી નિધન, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

સુરતમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ પાંડેસરાના 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. મૃતકનું નામ ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ હતું. મરનારને કોઈપણ બીમારી નહોતી. સુરતના ભેસ્તાન ભેરુ નગરમાં આ ઘટના બની હતી. બાથરૂમમાંથી ન્હાઈને નીકળ્યાં બાદ તેમને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અચાનક મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 

સિંગણપુર વિસ્તારમાં આવેલા ગોવિંદજી હોટલની બાજુમાં હરીનગર ખાતે રહેતા 34 વર્ષીય યોગેશ કાનજીભાઈ મોરડીયાને વહેલી સવારે છાતીમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

અન્ય બનાવમાં સચિન કનકપુર વિસ્તારમાં 40 વર્ષીય નયનાબેન રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. બે દિવસ પહેલા સોસાયટીમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, ત્યાંથી પરત ઘરે આવી ટીવી જોતા હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ત્યાં જ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.મૂળ રાજસ્થાનના હનુમાનગંજનો વતની અને હાલ સચિન રેલવે સ્ટેશન પાસેના તિલક એવન્યુમાં રહેતો 27 વર્ષીય વિકાસ જગદીશ લખન રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. બુધવારે રાત્રે વિકાસ પરિવાર સાથે ટીવી જોઈ રહ્યો હતો. તે સમયે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેણે પરિવારને છાતી અને પેટમાં દુખાવાની વાત કરી હતી. જેથી તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જીવ બચી શક્યો નહોતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget