શોધખોળ કરો
Advertisement
સુરતઃ સુરતમાં ગોળી મારીને આપઘાત કરનારાં પીએસઆઈ અનિતા જોશી મૂળ સૌરાષ્ટ્રનાં છે. તેમનો પોતાના પરિવાર અને સાસરું બંને સૌરાષ્ટ્રમાં આવેલાં છે.
અનિતા જોશીએ લગ્ન પછી પણ પોતાના પતિનું નામ અને અટક લખાવવાના બદલે પિતા બાબુભાઈનું નામ અને જોશી અટક ચાલુ રાખી હતી.
સુરતઃ સુરતમાં ગોળી મારીને આપઘાત કરનારાં પીએસઆઈ અનિતા જોશી મૂળ સૌરાષ્ટ્રનાં છે. તેમનો પોતાના પરિવાર અને સાસરું બંને સૌરાષ્ટ્રમાં આવેલાં છે.
દિલ્હીગેટ પાસેના ફાલસાવાડી સ્થિત પોલીસ ક્વાર્ટસમાં રહેતા ૩૩ વર્ષીય અનિતાબેન જોષી ઉધના પોલીસ મથકમાં સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવાતાં હતા પણ તેમનો ઉથેર અમરેલી જિલ્લાના ધારીમાં થયો હતો. તેમના પિતા બાબુભાઈ પણ પોલીસ ખાતામાં હતા. અમરેલી પોલીસમાં વરસો સુધી કામ કરનારા બાબુબાઈને લોકો પ્રેમથી જમાદાર કહીને બોલાવતા અને માન આપતા. બાબુભાઈ અત્યારે વતન ધારીમાં નિવૃત્ત જીવન જીવે છે. અનિતા જોશીએ શિક્ષણ સૌરાષ્ટ્રમાં જ લીધું છે. પિતાની જેમ અનિતા જોશી પણ લોકોને મદદ કરવાની ભાવના સથે પોલીસમાં જોડાયાં હતાં અને મિલનસાર સ્વબાવના કારણે લોકપ્રિય હતાં.
અનિતા જોશીના પતિ વૈભવ વ્યાસ પણ સૌરાષ્ટ્રના છે. વૈભવ વ્યાસ ભાવનગર જિલ્લાના ઘોઘા પાસેના ભૂંભલી ગામના છે. તેમના પતિ પણ પોલીસ કોન્સ્ટેબલ છે અને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર છે. અનિતા જોશીએ આપઘાત કર્યો ત્યારે તેમના પતિ સહિત પરિવારજનો સબંધીના લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે વતન ભાવનગર ગયેલા હતા. શનવારે બપોરે તેમના પતિએ અનિતાબેનને અવારનવાર કોલ કર્યા હતા પણ રીસીવ થયા નહોતા.
અનિતા જોશીએ લગ્ન પછી પણ પોતાના પતિનું નામ અને અટક લખાવવાના બદલે પિતા બાબુભાઈનું નામ અને જોશી અટક ચાલુ રાખી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement