Surat : વેક્સીનેશનને કારણે 3 વર્ષથી ગુમ પુત્રનું પરિવાર સાથે થયું મિલન, જાણો કેવી રીતે મળી પુત્રની ભાળ?
ગોડદરાનો યુવાન લતીશ પટેલ 3 વર્ષ પહેલાં ઘરે કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. જીવનમાં કંઈક કરવા ઘર છોડી બેંગ્લોરમાં સ્થાયી થયો હતો.
સુરત : વેકસીનેશનના રજીસ્ટ્રેશનના કારણે 3 વર્ષે ગમ થયેલા પુત્રનું પરિવાર સાથે મિલન થયું છે. ગોડદરાનો યુવાન લતીશ પટેલ 3 વર્ષ પહેલાં ઘરે કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. જીવનમાં કંઈક કરવા ઘર છોડી બેંગ્લોરમાં સ્થાયી થયો હતો. બીજી તરફ પુત્ર શોધતા પિતાને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના પર્સનલ ફોટોગ્રાફર સુશીલ કુંભરેનો સંપર્ક થયો હતો.
સુશીલ દ્વારા પોલીસ અધિકારીની સલાહ બાદ શોધખોળ શરૂ કરી હતી. લતીશ જો આધારકાર્ડ મારફત વેકસીનેશન રજિસ્ટ્રેશન કરાવશે તો ચોક્કસ જાણકારી મળશે એ હેતુ હતો. લતીશે વેક્સીન માટે રજિસ્ટ્રેશન કરાવતા જ સ્થળ શહેરની વિગતો મળી ગઈ. આખરે 3 વર્ષે પિતા પુત્ર નું અને પરિવારનું મિલન થયું.
ગુજરાતમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,187 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 2,75,254 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 5, સુરત કોર્પોરેશન 4, સુરત 3, નવસારી 2, વડોદરા કોર્પોરેશન 2 કેસ નોંધાયો છે. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 159 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 154 નાગરિકો સ્ટેબલ છે. 8,16,187 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10088 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 5, સુરત કોર્પોરેશન 4, સુરત 3, નવસારી 2, વડોદરા કોર્પોરેશન 2 કેસ નોંધાયો છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 6 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1093 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 12975 નાગરિકોને રસીનો પ્રથમ અને 61733 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 40724 નાગરિકોને રસીનો પ્રથમ અને 158723 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,75,254 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,89,83,360 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.