શોધખોળ કરો

સુરતઃ 22 વર્ષની તન્વીના મૃત્યુના કેસમાં થયો મોટો ધડાકો, તન્વીની ફ્રેન્ડે હોટલમાં તન્વી સાથે રાત રોકાયેલા પંકજ મુદ્દે શું કર્યો મોટો ધડાકો ?

તન્વીની ફ્રેન્ડે દાવો કર્યો છે કે, તન્વીનો ફ્રેન્ડ અને હોટલમાં એ જેની સાથે ગઈ હતી એ પંકજ ગોહેલ પરણિત હોવાથી તન્વીને પૂરતો સમય ન આપતો હોવાથી તન્વીએ ઝેરી દવા પી લીધી હતી. આ મુદ્દે તન્વી અને પંકજ વચ્ચે હંમેશા રકઝક થતી હતી એવો દાવો પણ તેણે કર્યો છે.

સુરતઃ સુરતમાં  નવા વર્ષના પહેલા દિવસે પીપલોદની હોટલમાં 22 વર્ષની યુવતી તન્વી ભાદાણીનું રહસ્યમય રીતે મોત થયું એ કિસ્સામાં મોટો ધડાકો થયો છે.  કતારગામમા રહેતી તન્વીએ ઝેરી દવા ગટગટાવી હોવાનો તન્વીની બહેનપણીની પૂછપરછમાં  ખુલાસો થયો છે. તન્વીની ફ્રેન્ડે દાવો કર્યો છે કે, તન્વીનો ફ્રેન્ડ અને હોટલમાં એ જેની સાથે ગઈ હતી એ પંકજ ગોહેલ પરણિત હોવાથી તન્વીને પૂરતો સમય ન આપતો હોવાથી તન્વીએ ઝેરી દવા પી લીધી હતી. આ મુદ્દે  તન્વી અને પંકજ વચ્ચે હંમેશા રકઝક થતી હતી એવો દાવો પણ તેણે કર્યો છે. તન્વીની ફ્રેન્ડના આ દાવાથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે કેમ કે તન્વીએ જાતે દવા પી લીધી હતી કે કેમ એ સવાલ ઉભો થયો છે.તન્વીની ફ્રેન્ડે તન્વીના મિત્ર પંકજ સામે જૂઠું બોલવાનો આક્ષેપ પણ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, તન્વીના મિત્ર પંકજે પોલીસને ગેરમાર્ગે દોરી છે. તેણે કહ્યું કે, રાત્રે સૂતા બાદ તન્વી સવારે જાગી જ નથી પણ વાસ્તવમાં તન્વીએ રાત્રે જ દવા પી લીધી હતી. સુરત પોલીસ આ કેસમાં તન્વીના મિત્ર પંકજની ધરપકડ કરે તેવી શક્યતા છે. સુરતઃ 22 વર્ષની તન્વીના મૃત્યુના કેસમાં થયો મોટો ધડાકો, તન્વીની ફ્રેન્ડે હોટલમાં તન્વી સાથે રાત રોકાયેલા પંકજ મુદ્દે શું કર્યો મોટો ધડાકો ? સુરતમાં થર્ટી ફસ્ટની રાત્રે ન્યુ યરની ઉજવણી કરવા પંકજ ગોહિલ પોતાની 22 વર્ષની પ્રેમિકા તન્વીને હોટલમાં લઇ ગયો હતો. હોટલમાં જ પ્રેમી સાથે રાત્રે રોકાયેલી યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. આ ઘટનામાં  યુવતીના પ્રેમસંબંધ અંગે તેના પરિવારજનોને પણ જાણકારી હતી અને તેમની મંજૂરીથી જ યુવતી પ્રેમી સાથે હોટલમાં ગઈ હોવાનું બહાર આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં રહેતી તન્વી દિલીપભાઈ ભાદાણી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમ સંબંધ અંગે તેના પરિવારજનોને પણ જાણ હતી અને પરિવારે બંનેના સંબંધોને મંજૂરી આપી હતી. નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયાં હતાં. બંને આખી રાત હોટલમાં રોકાયા હતા પરંતુ સવારે તન્વી ઉઠી ન હતી. યુવકે પ્રેમિકાના પરિવારને આ અંગે જાણ કરી હતી અને પ્રેમિકાને હોસ્પિટલ લઈ ગયો હતો. ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આમ આ પ્રેમી યુગલને  નવા વર્ષની ઉજવણી ભારે પડી ગઇ હતી. નવા વર્ષે જ યુવક સાથે ઉજવણી કરવા હોટલમાં ગયેલી પ્રેમિકાનું શંકાસ્પદ મોત થયું એ અંગે રહસ્ય ઘેરાયેલું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવતીના મોતનું સાચું કારણ જાણી શકાશે અને પોલીસ આગળ પગલાં ભરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget