સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા પ્રેગનન્ટ, વિદ્યાર્થી સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધ
સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો

સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. સુરતના પુણામાં 13 વર્ષીય સગીરને લઈને ભાગી ગયેલી શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભા હોવાનો ખુલાસો થયો હતો. 23 વર્ષીય શિક્ષિકા પોતાના જ ટ્યુશન ક્લાસિસમાં આવતા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી. ત્યાર બાદ હોટલમાં રાત્રિ રોકાણ દરમિયાન શારીરિક સંબંધ બાંધ્યા હતા. વિદ્યાર્થી અને શિક્ષિકા સાડાચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાયા હતા.
શિક્ષણ જગતને લાંછન લગાવનારી ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. શિક્ષિકાએ વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. શિક્ષિકાએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થી સાથેના સંબંધથી ગર્ભ રહ્યો છે. પિતા કોણ છે એ જાણવા માટે પોલીસ DNA ટેસ્ટ કરાવશે.
વિદ્યાર્થી અને શિક્ષિકા વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. શિક્ષિકાના ઘરે ટ્યુશન આવતા વિદ્યાર્થી સાથે ઘરે જ શરીર સંબંધ બાંધ્યા હતા. તેમજ સુરતથી ભાગીને વડોદરાની હોટલમાં પણ રાત્રે શરીર સંબંધ બાધ્યા હતા. તપાસમાં શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાનો ખુલાસો થયો છે. શિક્ષિકાનો દાવો છે કે, આ ગર્ભ વિદ્યાર્થીનો છે. જોકે, સાચુ કારણ જાણવા પોલીસ NDA ટેસ્ટ કરશે. હાલ તો પોલીસે શિક્ષિકાની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
મળતી વિગતો મુજબ, પુણા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય ટ્યુશન શિક્ષિકાએ પોતાની પાસે ભણવા આવતા આશરે 13 વર્ષીય (અન્ય માહિતી મુજબ 11 વર્ષીય) વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. આ અંગે વિદ્યાર્થીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પુણા પોલીસની ટીમે શિક્ષિકા અને વિદ્યાર્થીને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શિક્ષિકા અને વિદ્યાર્થીને શામળાજી બોર્ડર પાસેથી શોધી કાઢ્યા હતા. પોલીસે સગીર વિદ્યાર્થીને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો હતો અને આરોપી શિક્ષિકાની અટકાયત કરી હતી.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે શિક્ષિકાએ વિદ્યાર્થીનું યૌન શોષણ કર્યું હતું. વિદ્યાર્થી જ્યારે ટ્યુશન આવતો ત્યારે શિક્ષિકાએ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને પોતાની શારીરિક ભૂખ સંતોષી હતી.




















