શોધખોળ કરો
Advertisement
કોરોના સંકટમાં ટ્યુશન ક્લાસ બંધ થતાં શિક્ષકે શરૂ કર્યું જુગારધામ
રાજ્યમાં કોરોના વાયરસના સંકટને લઈને લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસના કારણે રાજ્યમાં સ્કૂલ-કોલેજો હજુ સુધી નિયમિત રીતે શરૂ નથી કરવામાં આવ્યા.
સુરતઃ રાજ્યમાં કોરોના વાયરસના સંકટને લઈને લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસના કારણે રાજ્યમાં સ્કૂલ-કોલેજો હજુ સુધી નિયમિત રીતે શરૂ નથી કરવામાં આવ્યા. ટ્યુશન ક્લાસિસ ચલાવવાની હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. સુરતમાં કોરોનાને કારણે ટ્યુસન ક્લાસ બંધ થતાં શિક્ષકે ટ્યુશન કલાસમાં જ જુગારધામ ચાલુ કર્યું હોવાની એક ઘટના સામે આવી છે.
સુરતમાં કતારગામ પોલીસે ટ્યુશન સંચાલક સહિત 7 જુગારિયોની ધરપકડ કરી છે. પોલીસે રેડ દરમિયાન 64500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સરકારી ગાઈડલાઈન મુજબ ટ્યુશનમાં વિદ્યાર્થીઓ બોલાવી ન શકાતા જુગારિયોને બોલાવી આવક શરૂ કરી હતી. પોલીસે સોનાણી ટ્યૂશન કલાસમાં રેડ કરી હતી. જેમાં ટ્યુશન સંચાલક ધર્મેશ સોનાણી સહિત 7 લોકોની ધરપકડ કરી તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મૂળ ભાવનગર જિલ્લાના કલ્યાણપુરાના અને કતારગામની શાંતીનગર સોસાયટીમાં રહેતા તેમજ સ્વસ્તિત ઓર્કેટમાં સોનાણી ટ્યુશન ક્લાસીસમાં જુગારધામ રમાડતા ધર્મેશ મનજીભાઈ સોનાણી(ઉં.વ.42) અને અન્ય છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીએ 6 લોકોને ટ્યુશન ક્લાસીસમાં જુગાર રમવા બોલાવ્યા હતા. જેમાં અન્ય લોકો પાસેથી ધર્મેશ નાળ પેટે પૈસા ઉઘરાવતો હતો. પાના વડે જુગાર રમતા હતા, ત્યારે પોલીસની રેડ પડી હતી, જેમાં અંગ ઝડતીમાં રૂપિયા 32,970 તથા દાવ પરના રોકડા 940 રૂપિયા તથા નાળના રોકડા રૂપિયા એક હજાર તેમજ સાત મોબાઇલ કિંમત રૂપિયા 29,500 સહિત કુલ 64,410નો મુદ્દામાલ ઝડપાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement