Surat: 85 મીટર ઊંચો ટાવર આંખના પલકારામાં થયો જમીનદોસ્ત
Surat: કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પોઝન ટેકનિકથી બ્લાસ્ટ કરીને ટાવરને જમીનદોસ્ત કરાયો. આ ટાવર 2017માં ભંગાર જાહેર કર્યા હતો.
Surat: સુરતના ઉતરાણમાં આજે 85 મીટર ઊચા પાવર હાઉસના ટાવરને ધ્વસ્ત કરાયો. આ ટાવર 30 વર્ષ જૂનો અને 70 મીટર પહોળો હતો. ડાયનામાઈટથી બ્લાસ્ટ કરીને ટાવર તોડી પાડવામાં આવ્યો. બ્લાસ્ટ માટે 250 કિલો ટાયમાનાઈટનો વપરાશ કરવામાં આવ્યો. કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પોઝન ટેકનિકથી બ્લાસ્ટ કરીને ટાવરને જમીનદોસ્ત કરાયો. આ ટાવર 2017માં ભંગાર જાહેર કર્યા હતો.
ઉતરાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગાવોટના બે પ્લાન્ટ ચાલી રહ્યા છે. જેમાં 135 મેગાવોટનો પ્લાટન્ટ જૂનો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નિર્ધારીત વર્ષો પછી જુના પ્લાન્ટને જમીનદોસ્ત કરવામાં આવે છે. ઉતરાણ પાવર સ્ટેશનમાં 135 મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી પાછલા બે વર્ષથી ચાલતી હતી, આ કામગીરીના ભાગરૂપે આજે કુલીંગ ટાવરને બ્લાસ્ટ કરી તોડી પડાયો
કંટ્રોલ બ્લાસ્ટની કામગારી પૂર્ણ થતાં આશરે 30 થી 40 મિનિટનો સમય લાગી શકે છે. બ્લાસ્ટિંગ સમય માત્ર 10 થી 15 સેકન્ડનો હતો, એટલે કે માત્ર 10 થી 15 સેકન્ડમાં આખો ટાવર કડડભૂસ થઈ ગયો. 85 મીટર ઉંચા આરસીસી કુલિંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા તોડી પાડવામાં આવ્યો. આ કામગીરીના કારણે ટાવરની આસપાસના માત્ર 50 મીટરના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડશે અને 5-10 મિનિટ માટે વંટોળિયા જેવું હવાનું દબાણ સર્જાઈ શકે છે. જેથી ધૂળની ડમરી ઉડવાની સંભાવનાને કારણે લોકોએ ઘરના બારી, દરવાજા બંધ રાખવા પડશે.
વિધાનસભામાં ઉઠ્યો કિરણ પટેલ મુદ્દો
હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આજે કિરણ પટેલનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. ગૃહ વિભાગની માગણી પરની ચર્ચામાં ધારાસભ્ય શૈલેશ પરમારે મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, ગુજરાતનો કિરણ પટેલ પીએમાઓનો અધિકારી બની જાય અને કોઈને ખબર ન પડે, કાશ્મીરમાં ફરતો રહે અને કોઈને ગુજરાતમાં ખબર ન પડે.
બીજું શું કહ્યું શૈલેશ પરમારે
આઇએએસ અને આઇપીએસની જાસૂસી થવાના બનાવો બને છે. સરકારનું પોતાનું પ્લેન 2 વર્ષ સુધી કોઈ ઉડાડે અને આઇબીને ખબર ના હોય , કરાઈમાં નકલી પીએસઆઇ બનીને ઘૂસી જાય અને કોઈને ખબર ન પડે. ગૃહ વિભાગ પણ સરકારની જેમ ડબલ એન્જિનથી ચાલે છે. ગૃહ વિભાગનું એક એન્જિન એટલે બાતમીદાર અને બીજું એન્જિન એટલે વહીવટદાર.
આ પણ વાંચો