શોધખોળ કરો

Surat: તળાવમાં ત્રણ મિત્રો પડ્યા ન્હાવા, એકનું ડૂબી જતાં મોત

Surat News: ન્હાવા પડેલ ત્રણ મિત્રો પૈકી બે મિત્રો બહાર નીકળી આવ્યા હતા. જ્યારે શુભમનું ડૂબી જતાં મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

Surat News:  સુરતના માંગરોળના પાલોદના ગામમાં એક કરૂણ ઘટના બની છે. તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત થયું હતું. મોડી સાંજ થવા છતાં ઘરે પરત નહીં ફરતાં13 વર્ષીય શુભમની શોધ ખોળ કરવામાં આવી હતી. પૂછપરછમાં નજીક આવેલા તળાવમાં 3 મિત્રો જોડે ન્હાવા ગયા હોવાનું સામે આવ્યું હતું. જે પૈકી ન્હાવા પડેલ ત્રણ મિત્રો પૈકી બે મિત્રો બહાર નીકળી આવ્યા હતા. જ્યારે શુભમનું ડૂબી જતાં મોત થયું હોવાનું સામે આવ્યું હતું. મોડી રાત્રે તળાવમાંથી શુભમનો મૃત દેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પુત્રના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 

જૂનાગઢમાં પરિવારે દિકરીને બનાવી અંધશ્રદ્ધાનો ભોગ, હવનકુંડમાં હાથ નંખાવી દીધા ડામ

એકવીસમી સદીને બે દાયકા કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં રાજ્યમાં અંધશ્રદ્ધાના કેસ સામે આવી રહ્યા છે. જુનાગઢમાં એક પરિવારે પોતાની દિકરીને અંધશ્રધ્ધાનો ભોગ બનાવી હતી. પુત્રીના હવનકુંડમાં હાથ નંખાવી નરાધમે અન્ય પુત્રી સાથે પણ અત્યાચાર કર્યો હતો. કેશોદના પડોદર ગામમાં હવનમાં સગીરાને હાથ અને પગમાં ડામ આપવામાં આવ્યા હતા.. સગીરાને એવું કહેવામાં આવ્યું કે તારી બલી આપીશું તો કુટુંબને આર્થિક ફાયદો થશે, આમ કહીને સગીરાના હાથ હવન કુંડમાં નાખવામાં આવ્યા અને હાથ-પગમાં ડામ દેવાયા. આ સાથે સગીરાને આખો દિવસ ધૂણાવવામાં આવી હોવાનો પણ આરોપ લાગ્યો છે. નાની પુત્રી પર થતાં અત્યાચારનો વિરોધ કરનાર મોટી પુત્રી અને તેની માતાને પરિવારજનોએ માર માર્યો હોવાનો આરોપ માતાએ કર્યો છે.ઈજાગ્રસ્ત હાલતમાં હાલ માતા અને તેની બે પુત્રીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.બનાવને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડશે. હવાવાન વિભાગની આગાહી મુજબ, યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. અચાનક વાતાવરણમાં પલટો થતાં ગાજવીજ સાથે વરસાદ સાથે વીજ પુરવઠો પણ બંધ થયો હતો. અચાનક કમોસમી વરસાદ પડતા સમગ્ર દ્વારકાના રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. યાત્રાધામ દ્વારકામાં ભર ચોમાસા જેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને  દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  31 માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget