(Source: ECI/ABP News/ABP Majha)
Surat: સુરતના વેપારી સાથે થઇ 54 લાખની ઓનલાઇન છેતરપિંડી, ઠગે ફેક ડિજીટલ સિગ્નેચરથી કર્યા પૈસા ટ્રાન્સફર, ફરિયાદ દાખલ
સુરતમાં સરથાણાના વેપારીનું 54.25 લાખનુ રિબેટ મેળવીને ઠગાઇ કરવાની ઘટનામાં સાયબર ક્રાઇમ સેલે તપાસ શરૂ કરી દીધી છે.
Surat: સુરતમાં વધુ એક ઠગાઇની ઘટના ઘટી છે, સુરતના સરથાણાના વેપારીનું 54.25 લાખનું રિબેટ મેળવી ઠગાઈ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઇ છે. સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસનો ધમધમાટ પણ શરૂ થઇ ગયો છે.
સુરતમાં સરથાણાના વેપારીનું 54.25 લાખનુ રિબેટ મેળવીને ઠગાઇ કરવાની ઘટનામાં સાયબર ક્રાઇમ સેલે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં ફેક આઇડી- ડિજિટલ સિગ્નેચર બનાવીને ઠગબાજે ઠગાઇની રકમ અન્યને ટ્રાન્સફર કરી દીધી હતી. સરથાણાના વેપારીની કંપનીના બૉગસ ડોક્યૂમેન્ટો બનાવી ડિઝિટલ સિગ્નેચર કરી હતી, અને આ ફેક ઈમેલ આઈડી આધારે 54.25 લાખનું રિબેટ પણ મેળવી લીધુ હતુ. બાદમાં આ પૈસા અન્ય ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ કાર્ડ ધારકોને ટ્રાન્સફર કરી દીધા હતા. જ્યારે આ અંગે વેપારીને ખબર પડી તો તેને તરતજ તેમને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે એક મોબાઇલ ધારક અને ઈમેલ આઈડીના ધારક સામે ચીટીંગનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
સુરતવાસીઓ પનીર ખાતા પહેલા સાવધાન! પનીર વેચતી આ 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ, કોર્ટમાં દાખલ થશે કેસ
Surat: સુરતીઓ છાશવારે પનીરનો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઈ જાવ. કારણ કે, પાલિકાના ફૂડ વિભાગે પખવાડિયા અગાઉ શહેરની 15 ડેરી અને દુકાનોમાંથી પનીરના 15 સેમ્પલ લીધા હતાં, તેમાંથી 10 સેમ્પલ ફેલ થયા છે. તેમના પનીરમાં ભેળસેળ મળી આવી છે. આ તમામ 10 ડેરી અને પનીર વેચતી દુકાનોમાંથી 240 કિલો અખાદ્ય પનીરનો નાશ કરીને તમામ દુકાન અને ડેરી બંધ કરાવી દેવામાં આવી છે.
ત્રણ અઠવાડિયા પહેલાં ભાવનગરમાં મોટાપાયે નકલી પનીરનું ઉત્પાદન કરી શહેરોમાં વેચાણ કરાતા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. રાજકોટ પાલિકાએ 1600 કિલો નકલી પનીર પકડી પાડ્યું હતું. ત્યારબાદ સમગ્ર રાજ્યના મોટા શહેરોમાં પનીરના સેમ્પલ લેવા માટેની ઝૂંબેશ છેડાઈ હતી. સુરત પાલિકાના ફૂડ વિભાગે પણ પખવાડિયા પહેલા પનીર સેમ્પલ લીધા રા. ફૂડ વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારની 15 ડેરીઓમાં આરોગ્યલક્ષી દરોડા પાડી પનીરની ગુણવત્તા ચકાસવા માટે 15 સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં.
જોકે પનીરના સેમ્પલ લેબોટરીમાં નિષ્ફળ સાબિત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સંસ્થાઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવશે. આ તમામ સંસ્થાઓ વિરૂદ્ધ પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરતની કઈ સંસ્થાઓના પનીરના સેમ્પલ ફેલ થયા...?
- કનૈયા ડેરી ફાર્મ - 1 (મોટા વરાછા)
- જય ગાયત્રી ડેરી અને પાર્લર (ઉગત રોડ)
- ઇન્ડિયા ડેરી (ઉધના)
- શ્રી ગુરુ લાભેશ્વર ડેરી અને મીઠાઈઓ (સરથાણા જકાતનાકા)
- શૈલેષ છગનભાઈ પટેલ (ખટોદરા)
- શ્રીજી ડેરી અને ચોપાટી આઈસ્ક્રીમ (પાંડેસરા)
- ગોગા માર્કેટિંગ (પર્વત પાટિયા)
- સુખસાગર ડેરી (આંજણા)
- સુરભી ડેરી સ્વીટ અને આઈસ્ક્રીમ (અડાજન)
- નૂરાની ડેરી ફાર્મ (સગરામપુરા)