શોધખોળ કરો

Rain: ગુજરાતમાં કઇ તારીખ સુધીમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતા, આજે ક્યા જિલ્લાઓમાં કરાઇ વરસાદની આગાહી?

સુરતની સાથે વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે વાપી, ઉમરગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં આજે વરસાદ વરસી શકે છે. તો છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ તરફ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત જોવા મળી રહી છે. ત્યારે આગામી સપ્તાહથી ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.

આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં અઠવા,રાંદેર,પાલ,અડાજણ જહાંગીરપુરા, પીપલોદ, વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સાથે જ રેલ્વે સ્ટેશન રોડ, ચોક બજાર, ભાગળ, વૃષભ ચાર રસ્તા, ગૌરવપથ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ નોધાયો હતો. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. 

સુરતની સાથે વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારે વાપી, ઉમરગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદ પડતા જ કેટલાક વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઇ હતી. તો કેટલાક વિસ્તારના રસ્તામાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દાહોદમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો. જેથી ભારે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી તો વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છે.                                       

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું, ગુજરાતમાં સરેરાશ 700 MM વરસાદ પાડવાની શક્યતા છે. ડાંગ, આહવા અને વલસાડનાં ભાગોમાં 1500 MM વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 2000 MM વરસાદની શક્યતા છે. નવરાત્રિ દરમિયાન વરસાદ પડતાં ખેલૈયાઓની મજા બગડી શકે છે. 

અષાઢી બીજ અને પાંચમે વીજળી થઈ તો શ્રીકાર વરસાદ થશે. ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક થવાની શક્યતા છે. પાછોતરા વરસાદના કારણે  પાકને નુકશાન થઈ શકે છે. આ વર્ષનું ચોમાસુ પવનની ગતિથી ભરેલું રહેશે. પાલિકા અને મહાપાલિકા અત્યારથી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી અંબાલાલ પટેલે સલાહ આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Embed widget