સુરતમાં આજે યોજાશે નાઈટ મેરાથોન, ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ લગાવશે દોડ
સુરત: શહેરમાં આજે રાતે મેરાથોન યોજાશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ મેરાથોનમાં જોડાશે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. નો ડ્રગ્સ, સેફ, ફિટ એન્ડ સ્માર્ટ સિટીના સંદેશ સાથે નાઈટ મેરેથોન યોજાશે.
સુરત: શહેરમાં આજે રાતે મેરાથોન યોજાશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ મેરાથોનમાં જોડાશે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. નો ડ્રગ્સ, સેફ, ફિટ એન્ડ સ્માર્ટ સિટીના સંદેશ સાથે નાઈટ મેરેથોન યોજાશે. નોંધનિય છે કે, આ મેરાથોન 5 ,10 અને 21 કિમી અંતરની હશે. 40 હજાર કરતા વધારે દોડવીરો તેમા ભાગ લેશે. ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીનાં ભાગરૂપે આ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
Kem cho Surat!
— Harsh Sanghavi (@sanghaviharsh) April 29, 2022
Are you all ready for the Night Marathon today, a marathon for healthy and Safe City Surat organised by Surat Police. @CP_SuratCity @GujaratPolice pic.twitter.com/JNBUycjVdj
આજે સાંજે 8 વાગ્યે નાઈટ મેરેથોન-2022ની શરુઆત થશે.. વિવિધ કેટગરીવાઈઝ રનર્સ માટે રૂ.13.50 લાખના ઈનામો આપવામાં આવશે. આ મેરેથોનમાં 10 કિમી અને 21 કિમી માટે 2,500થી વધારે દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે 5 કિ.મી.માં 40,000થી પણ વધારે દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. દોડવીરોની ચોક્સાઈ માટે RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નાઈટ મેરેથોનને લઈને કેટલાક રૂટ પણ બંધ કરવામાં આવશે. જેમા અઠવાગેટથી એસ.કે.નગર સુધીનો મેઈન રોડ (આવતા અને જતા) બન્ને તરફના મુખ્ય માર્ગ, કેબલબ્રીજથી સ્ટારબજારથી એલ.પી.સવાણી રોડ પર સ્ટારબજારથી રેવરડેલ એકેડમી), મેકડોનલ્ડ સર્કલ સુધીનો બન્ને તરફના મુખ્ય માર્ગ, રાહુલરાજ મોલ ચાર રસ્તાથી જોલી પાર્ટી પ્લોટ ચાર રસ્તા અને જોલી પાર્ટી પ્લોટ ચાર રસ્તાથી મગદલ્લા વાય જંક્શન સુધીનો બન્ને તરફના મુખ્ય માર્ગ ઉપર પ્રતિબંધ રહેશે.
નાઈટ મેરેથોનનો રૂટ
5 કી.મી. રૂટ:- ગોવર્ધન હવેલીથી કારગીલ ચોક, એસ.વી.એન.આઈ.ટી. સર્કલથી યુ-ટર્ન લઈ રાહુલ રાજ મોલ પરત.
10 કી.મી. રૂટ:- ગોવર્ધન હવેલીથી કારગીલ ચોક, એસ.વી.એન.આઈ.ટી. સર્કલ, પારલે પોઈન્ટ બ્રીજ, નવી કોર્ટ, એચ.ક્યુ. ટી-પોઈન્ટ, કલાસીક ટી-પોઈન્ટથી યુ-ટર્ન લઈ પરત રાહુલ રાજ મોલ પરત.
21 કી.મી. રૂટ:- ગોવર્ધન હવેલીથી કારગીલ ચોક, એસ.વી.એન.આઈ.ટી. સર્કલ, પારલે પોઈન્ટ બ્રીજ, ઓલાપાડી મહોલ્લો, કેબલ બ્રીજ, સ્ટારબજાર, ખોડીયાર મંદિર, મધુવન સર્કલ, ટી.જી.બી. સર્કલ, મેકડોનાલ્ડ સર્કલથી યુ-ટર્ન લઈ પરત સ્ટાર બજાર કેબલ બ્રીજથી ડાબે ટર્ન લઈ નવી કોર્ટ બિલ્ડીંગ, એચ.ક્યુ. ટી-એચ.ક્યુ. ટી-પોઈન્ટ, ચોપાટી છત્રી, અઠવાગેટ વિમાન સર્કલથી યુ-ટર્ન લઈ પરત રાહુલ રાજ મોલ- સુધી.