શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં 10થી વધારે કેસ આવશે તે વિસ્તારમાં બંધ કરાશે શાકભાજી-કરીયાણાની દુકાનો

જે વિસ્તારમાંથી શાકભાજી, કરિયાણા અને દુધના ધંધાર્થીઓના કેસ આવ્યા છે તે વિસ્તારમાં તમામ લોકોના સેમ્પલ લેવાશે. હાલમાં લિંબાયત અને વરાછા-એ ઝોનમાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે.

સુરતઃ અમદાવાદમાં દૂધ-દવા સિવાયની દુકાનો બંધ કરવાના આદેશ બાદ સુરતમાં પણ તે દિશામાં કાર્યવાહી શરૂ થઇ છે. હાલમાં સુરતમાં સૌથી વધુ કેસ છે તે લિંબાયત અને વરાછા-એ ઝોનમાં લોકોને બે  દિવસમાં શાકભાજી અને કરીયાણાની ખરીદી કરી લેવા જણાવાયું છે. ત્યારબાદ 10થી વધુ પોઝિટિવ કેસ આવશે તે વિસ્તારોમાં શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ કરાવી દેવાશે. માત્ર આ બે ઝોન જ નહી શહેરના દરેક મ્યુનિ. ઝોન માટે આ નિર્ણય લાગુ પડશે. મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ જણાવ્યું કે, જે વિસ્તારમાં પોઝીટીવ કેસ આવે છે ત્યાં  શાકભાજીવાળા, ડેરી પાર્લર, કરિયાણા સ્ટાર્સ  અને દવાની દુકાન ધારકોનું પણ ટેસ્ટીંગ શરૂ કરાયું છે. તેમાં આવા ૧૬ વિક્રેતા પોઝિટિવ મળ્યા છે. તેમાં ડેરી ચલાવનારામાં ૪ કેસ, કરિયાણા સ્ટોર્સમાં પાંચ કેસ અને શાકભાજી, દૂધ વિક્રેતાઓમાં કેસ મળ્યા છે. જે વિસ્તારમાંથી શાકભાજી, કરિયાણા અને દુધના ધંધાર્થીઓના કેસ આવ્યા છે તે વિસ્તારમાં તમામ લોકોના સેમ્પલ લેવાશે. હાલમાં લિંબાયત અને વરાછા-એ ઝોનમાં સૌથી વધુ કેસો આવી રહ્યા છે. તેથી લોકોને એક-બે દિવસમાં શાકભાજી અને કરીયાણું ખરીદી  લેવા જણાવાયું છે. કારણ કે, આગામી એક-બે દિવસમાં જે વિસ્તારમાં ૧૦થી વધુ કેસ આવશે તે વિસ્તારમાં શાકભાજી અને કરિયાણાની દુકાનોને બંધ કરાવાશે. સૂચના બાદ પણ આવી દુકાનો ચાલુ રખાશે તો દુકાનોનું ગુમાસ્તાધારાનું લાયસન્સ જપ્ત કરાશે. આ નિર્ણય આ બે ઝોન પુરતો જ નહી સમગ્ર સુરતમાં લાગુ પડશે. એટલે કે મ્યુનિ.ના જે ઝોન વિસ્તારમાં ૧૦થી વધુ કોરોનાના કેસો આવશે તે વિસ્તારની શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ કરાવાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો
સુરત નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્સએપ ચેટ રજૂ કરી કમિશનર પર લગાવ્યા ગંભીર આરાપો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Embed widget