શોધખોળ કરો
Advertisement
સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ, સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા લાગ્યો ચેપ
સુરત જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 944 કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
સુરતઃ સમગ્ર રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે હવે મોટા શહેર ઉપરાંત ગામડાઓમાં પણ કોરોનાનો પગપેસારો વધી રહ્યો છે. સુરત જિલ્લામાં પણ સુરત શહેર ઉપરાંત ગામડામાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સુરતના પરવટ ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.
મળતી માહિતી મુજબ પરવટ ગામની ચંદ્રલોક સોસાયટીમાં રહેતી મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલા જ્ઞાનજ્યોત વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. શિક્ષિકાની ત્રણ વર્ષની દીકરી અને તેના સસરાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કોઈ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા આ સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે.
સુરત જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 944 કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 40 લોકોના મોત થયા છે જ્યારે 556 લોકો રિકવર થયા છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 22449 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 3542 લોકો હજુ પણ કોરેન્ટાઈન હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
Advertisement