શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાતમાં કોરોના બેકાબૂઃ આજે માત્ર આ બે જિલ્લામાં જ નોંધાયા નવા 28 કેસ, જાણો વિગત
આજે નવસારી જિલ્લામાં કોરોનાના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નવા 15 પોઝિટિવ કેસો નોંધાયા છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારી જિલ્લાની સ્થિતિમાં સતત ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નવસારી જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધીમાં જ કોરોનાના 13 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નવા 15 પોઝિટિવ કેસો નોંધાયા છે.
સુરત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. આજે બપોરે સુધીમાં વિવિધ તાલુકામાં 15 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી કામરેજ માં 6 , ચોર્યાસીમાં 4 , ઓલપાડમાં 1 , માંડવીમાં 1 , પલસાણામાં 3 કેસ નોંધાયા છે. આમ, સુરત જિલ્લાનો કુલ આંકડો 470 થયો છે.
નવસારીમાં જિલ્લામાં બપોરે ૧ વાગ્યા સુધી ૧૩ પોઝિટિવ કેસો નોંધાયા છે. નવસારી શહેરના મધ્યમાં આવેલા રામજી મંદિર પાસે રહેતા ૭૦ વર્ષય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજો કેસ વિજલપોર વિસ્તારમાં આવેલા ચંદનવન સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષય યુવકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement