શોધખોળ કરો
Advertisement
સુરતમાં કોરોનાનો કહેર યથાવતઃ આજે ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા 54 કેસ, જાણો વિગત
સુરતના ઓલપાડમાં સૌથી વધુ 18 કેસ અને પલસાણામાં 15 કેસ નોંધાયા.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે કોરોનાનું સૌથી વધુ સંક્રમણ સુરત જિલ્લામાં છે. આજે પણ સુરત ગ્રામ્યમાં કોરોનાના વધુ 54 કેસ નોંધાયા છે. જેમાંથી માંડવી તાલુકામાં 1 , ચોર્યાશીમાં 6 ,બારડોલીમાં 9 ,ઓલપાડમાં 18, કામરેજમાં 5 અને પલસાણામાં 15 કેસ નોંધાયા છે. આજ સુધી સુરત જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 1178 એ પહોંચી ગો છે. આજ સુધી જિલ્લામાં કુલ 35 લોકોના મોત થયા છે.
સુરત જિલ્લામાં વધી રહેલા કોરોનાના વ્યાપને લઈ નગરપાલિકાઓ સતર્ક બની છે. એક બાદ એક નગર પાલિકાઓએ દુકાનો ખુલી રાખવાના સમય પર પાબંદી લગાવી છે. તરસાડી બાદ કડોદરા નગર પાલિકા પણ હવે 8 થી 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. નગર પાલિકામાં આવતા તમામ દુકાનદારોએ સેનેટાઇઝર , તેમજ માસ્ક અને ગ્લોવ્ઝ ફરજીયાત રાખવાના રહેશે. નિયમ ભંગ કરનાર દુકાનદાર ને પાલિકા દ્વારા 5000નો દંડ ફટકારવામાં આવશે. દર રવિવારે ફરજીયાત દુકાનો બંધ રાખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion