શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ કોરોનાના કહેર વચ્ચે મહિલા TRBને જાહેર રોડ પર બર્થડે સેલિબ્રેશન કરવું પડ્યું ભારે, જાણો શું થયું?
પોલીસ અને પાલિકા કમિશ્નર દ્વારા જાહેર માર્ગ પર બર્થ ડે સેલિબ્રેશન કરવા પર પાબંદી લગાવવામાં આવી છે.
સુરત : ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે સુરતમાં મહિલા TRBને જન્મ દિવસ ઉજવવો ભારે પડી ગયો છે. એક જાગૃત નાગરિક દ્વારા આ સેલિબ્રેશનનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. જે પોલીસ કમિશ્નરના ધ્યાનમાં આવતાં તમામને છૂટા કરી દેવામાં આવ્યા છે.
પોલીસ અને પાલિકા કમિશ્નર દ્વારા જાહેર માર્ગ પર બર્થ ડે સેલિબ્રેશન કરવા પર પાબંદી લગાવવામાં આવી છે. છતાં TRBના જવાનોએ જાહેર માર્ગ પર બર્થ ડે સેલિબ્રેશન કર્યું હતું. આમ નાગરિકો પર પાબંદી અને TRBને છૂટ જેવા સવાલોનો મારો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ કમિશ્નરે તેમને છૂટા કરવાનો આદેશ આપ્યો હતો. સુરતના સીતાનગર ચોકડી ખાતે બર્થ ડે સેલિબ્રેશન થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion