શોધખોળ કરો
ગુજરાતમાં પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે કોંગ્રેસના કયા નેતાને થયો કોરોના? કાર્યકરોમાં ચિંતાનો માહોલ
વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે.
વલસાડઃ ગુજરાતમાં આગામી દિવસોમાં 8 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. વલસાડમાં કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. પેટાચૂંટણીને લઈને ધમધમાટ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખને કોરોના આવતાં કાર્યકરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે.
દિનેશ પટેલને કોરોના થતાં સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, કપરાડા બેઠક પર જીતુ ચૌધરીએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. ત્યારે કોંગ્રેસ આ બેઠક જીતવા માટે સક્રીય બની છે. હજુ ગઈ કાલે જ ભાજપના દિગ્ગજ નેતા બાબુભાઈ વરાઠા પોતાના 100 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. જોકે, આ ધમધમાટ વચ્ચે જિલ્લો કોંગ્રેસ પ્રમુખને કોરોના થતાં કાર્યકરો ચિંતિત બન્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement