શોધખોળ કરો

વલસાડઃ ખાડામાં ન્હાવા પડેલા બાળકો ડૂબવા લાગતા બચાવવા કૂદી માતા, ત્રણેયના કરુણ મોત

ભાણેજના પુત્ર અને દીકરાને ડૂબતા જોઈ માતા પણ ખાડામાં તેમને બચાવવા કૂદી પડી હતી. જોકે, ત્રણેયના ડુબી જવાથી મોત નીપજ્યા છે. માતા-પુત્ર અને ભાણેજના દીકરાના મોતના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

વલસાડઃ વાપીમાં પાણીના ખાડામાં ડૂબી જતાં બે બાળકો સહિત માતાનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. ભાણેજના પુત્ર અને દીકરાને ડૂબતા જોઈ માતા પણ ખાડામાં તેમને બચાવવા કૂદી પડી હતી. જોકે, ત્રણેયના ડુબી જવાથી મોત નીપજ્યા છે. માતા-પુત્ર અને ભાણેજના દીકરાના મોતના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. 

વાપીના બલિઠા ખાતે રેલવે કોરિડોરની કામગીરીમાં તૌકતે વાવઝોડાને લઈને પડેલા ભારે વરસાદ પછી ખાડામાં પાણી ભરાઈ ગયા હતા. આજે શુક્રવારે એમાં 2 બાળકો આ ખાડામાં ન્હાવા ગયાં હતાં.  દરમિયાન બંને બાળકોને ડૂબતાં જોઈને બાળકની માતા તેને બચાવવા માટે પડી હતી. કમનસીબે તે પણ ડૂબી જતાં ત્રણેયનાં મોત નીપજ્યાં હતાં. 

બાળકો પાણીમાં ન્હાવા પાડ્યાં હતાં. પરંતુ બાળકોને તરતા આવડતું ન હતું. બંને બાળકોને ડૂબતાં જોઈને નજીક ઊભેલી માતાએ બાળકોને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. બાળકો અને મહિલાને ડૂબતા જોઈને દૂર ઊભેલા લોકો દોડી આવ્યા હતા. તેમજ સ્થાનિક લોકો અને મજૂરોએ રેલવે પોલીસને બનાવની જાણ કરી હતી. 

રેલવે પોલીસે તરવૈયાઓની મદદ લઈને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાંથી 2 બાળકો અને મહિલાના મૃતદેહોને બહાર કાઢી PM માટે મોકલી અપાયા હતા. રેલવે પોલીસે મૃતદેહોનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Surendranagar : લફરાબાજ પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા

સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાની સીમમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, મૃતકના અંતિમસંસ્કાર બાદ પરિવારજનોને શંકા જતાં તપાસ કરતાં યુવકે અકસ્માતે નહીં, પરંતુ તેમની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે પોલસી ફરિયાદ કરવામાં આવી છે. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, પરિણીતાને સોનગઢના યુવક સાથે પ્રેમસંબંધ હતા. જોકે, આ પ્રેમસંબંધમાં પતિ આડખીલી બનતો હતો. આથી પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યો હતો. આ પ્લાન પ્રમાણે, પતિ સૂતો હતો, ત્યારે પત્નીએ પ્રેમીને બોલાવી ગળે ફાંસો આવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ પછી પત્નીએ તારમાં ફસાતા પતિનું મોત નીપજ્યું હોવાની વાત ઘડી કાઢી હતી. 

યુવકનું મોત થતાં પરિવારજનોએ તેના અંતિમસંસ્કાર કરી નાંખ્યા હતા. જોકે, પરિવારને પરિણીતા પર શંકા જતાં પરિવારજનોએ તપાસ કરી હતી. જેમાં વાડીમાં ખાટલાની તુટેલી ઇસ અને લોહીના ડાઘ વાળો રૂમાલ હાથ લાગ્યો હતો. આથી શંકા પ્રબળ બનતા તેમણે પરિણીતાની પૂછપરછ કરી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળતાં પરિવારે સાયલા પોલીસને જાણ કરી હતી. જેથી સાયલા પોલીસે પરિણીતાની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા.

પરિણીતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને છેલ્લા બે વર્ષથી સોનગઢના યુવક સાથે પ્રેમસંબંધ છે. તેમણે પતિની હત્યા માટે 3 મહિના પહેલા કાવતરું ઘડ્યું હતું. પતિ વાડીમાં રાત્રે ખાટલે સૂતા હતા ત્યારે પત્ની અને પ્રેમીએ દુપટ્ટો અને સાડીથી ફાંસો આપી હત્યા કરી નાંખી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget