Surat: ઈસુદાન ગઢવી પર FIR મુદ્દે ગોપાલ ઈટાલીયાએ શું કહ્યું ? જાણો વિગત
ગોપાલ ઈટાલીયાએ કહ્યું, ખોટી ફરિયાદ કરવામાં આવી છે. મન કી બાતમાં કેટલો ખર્ચ થયો તે જાહેર કરવો જોઈએ. ભાજપમાં ફરિયાદ રાજ ચાલી રહ્યું છે, આપથી ડરી ગયા છે એટલે ફરિયાદ કરે છે.
![Surat: ઈસુદાન ગઢવી પર FIR મુદ્દે ગોપાલ ઈટાલીયાએ શું કહ્યું ? જાણો વિગત What did Gopal Italia say about the FIR on Isudan Gadhvi Surat: ઈસુદાન ગઢવી પર FIR મુદ્દે ગોપાલ ઈટાલીયાએ શું કહ્યું ? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/01/fa84853ba550ad8cc17dc4c837c72e22168291979081576_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat News: આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે એફઆઈઆર નોંધાયા બાદ ગોપાલ ઈટાલીયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું, ખોટી ફરિયાદ કરવામાં આવી છે. મન કી બાતમાં કેટલો ખર્ચ થયો તે જાહેર કરવો જોઈએ. ભાજપમાં ફરિયાદ રાજ ચાલી રહ્યું છે, આપથી ડરી ગયા છે એટલે ફરિયાદ કરે છે. કેજરીવાલ, ઈસુદાન, ગોપાલ ઈટાલીયા પર ફરિયાદ કરી, માત્ર પરેશાન કરવામાં આવ્યા છે. જનતાએ મત આપી કામ કરવા મોકલ્યા છે, વાતો કરવા માટે નહીં, વાતો તો નવરા લોકો કરતા રહેશે.
AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે મામલો
આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સુરતમાં કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કર્યા બાદ હવે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે એફઆઈઆર નોંધાઈ છે. એક નાગરિકની ફરિયાદના આધાર પર અમદાવાદ ક્રાઈમબ્રાંચે એફઆઈઆર નોંધી છે.મન કી બાત કાર્યક્રમના ખર્ચ મુદ્દે નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો ફરિયાદમાં આરોપ છે. ઈસુદાને મન કી બાતના એક કાર્યક્રમમાં 8 કરોડ 3 લાખ ખર્ચ થતો હોવાનું ટ્વિટ કર્યુ હતું. ઈસુદાન વિરુદ્ધ ખોટી માહિતી પોસ્ટ કરી નાગરિકોને ઉશ્કેરવાનો આરોપ છે. બે દિવસ અગાઉ કરેલું ટ્વિટ ગઈકાલે ઈસુદાન ગઢવીના ટ્વિટર હેન્ડલ પરથી હટાવાયું છે.
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજે શું કરી અનોખી પહેલ
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. લગ્ન પહેલા યુવક અને યુવતીઓની કુંડળીને બદલે હવે ફિંગર પ્રિન્ટનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રાજકોટ સૌરાષ્ટ્ર યુવા લેઉવા પટેલ યુવક સમાજ અને વર્ષા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આ અનોખી પહેલ કરાશે. લગ્ન પહેલા વરવધુઓના ડીએમઆઇ ટેસ્ટ કરવામાં આવશે.10 આંગળીઓના ફિંગર પ્રિન્ટ ચેક કરી રિપોર્ટ તૈયાર કરાશે. 46 પાના નો એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટમાં સારી ખરાબ બાબતોનો ઉલ્લેખ કરાશે. યુવક-યુવતિના પસંદ, ના પસંદનો પણ રિપોર્ટ કરાશે. રિપોર્ટ આવ્યા બાદ યુવક-યુવતિના માતા પિતા ચર્ચા વિચારણા કરી શકશે.
આ પણ વાંચોઃ
Accident: રાજકોટ-ભાવનગર હાઇવે પર બંધ ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ કાર, બાળકનું મોત, 4 ઈજાગ્રસ્ત
Anuj Patel Health Update: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને એર એમ્બ્યુલન્સથી મુંબઈ ખસેડાયા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)